માળિયા તાલુકાના ખીરઈ ગામે દાની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર ગત તા. ૦૪ માર્ચના રાત્રીના સમયે હત્પમલો થયો હતો મહિલાઓ સહિતના પરિવારજનોએ પોલીસ ટીમ પર હત્પમલો કરતા ૬ પોલીસ જવાનોને ઈજા પહોંચી હતી જે હત્પમલા પ્રકરણમાં આજે પોલીસે એકશન લેતા બુટલેગરના ભાઈના મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું
ખીરઈ ગામે દાની રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હત્પમલા મામલે પોલીસે મહિલાઓ સહીત ૧૦ આરોપીઓ વિદ્ધ ગુનો નોંધી નવ આરોપીને ઝડપી લીધા હતા કુખ્યાત બુટલેગર ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર અને તેના પરિવારના સભ્યોની ધરપકડ કરી હતી બુટલેગરના ભાઈ રફીક હાજીએ સરકારી જામીન પર કબજો કરી મકાન બનાવી નાખ્યું હતું જે મામલે તત્રં દ્રારા અગાઉ નોટીસ પાઠવવામાં આવી હતી અને આજે રેવન્યુ વિભાગ તેમજ પોલીસ વિભાગ ડીમોલીશન કરવા પહોંચ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરકારી ખરાબામાં ખડકી દીધેલ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને દબાણ દુર કરાયું હતું
સરકારી જમીનમાં મકાન બનાવ્યું હતું નોટિસ આપી તોડી પાડ્યું: ડીવાયએસપી
માળિયા તાલુકાના ખીરઈ ગામે પોલીસ ટીમ દાની રેડ કરવા ગઈ હતી ત્યારે બુટલેગરને ઝડપી લેતા ધરપકડથી બચવા બુટલેગર અને પરિવારના સભ્યોએ હત્પમલો કર્યેા હતો બાદમાં પોલીસે કોમ્બિંગ દરમિયાન દા સહિતનો મુદામાલ અને હથિયારો જ કર્યા હતા અને આ મકાન સરકારી જમીન પર બનેલું હોવાની માહિતી મળી હતી જેથી નોટીસ આપી આજે ડીમોલીશન કરવામાં આવ્યું છે.
૮૦૦થી ૯૦૦ ચોરસ મીટર જગ્યા પર દબાણ હતું: મામલતદાર
માળિયા મામલતદાર એચ સી પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે સર્વે નં ૧૯૨ ની સરકારી ખરાબાની જમીનમાં રફીક હાજીએ ૮૦૦ થી ૯૦૦ ચોરસ મીટર જગ્યા પર દબાણ કરી મકાન બનાવ્યું હતું જે અંગે અગાઉ નોટીસ આપી હતી અને આજે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડી પાડવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech