રાજકોટના બિલ્ડરોને મોટી રાહત મળી છે. જુના એરપોર્ટમાંથી લેવી પડતી એનઓસીની જંજાળમાંથી મુકિત મળી છે. ક્રેડાઈની રજુઆત બાદ નાગરીક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આ મુદ્દે તાત્કાલીક નિર્ણય લેતા હવે રાજકોટમાં બહત્પમાળી બિલ્ડીંગ બનાવવા માટે જુના એરપોર્ટમાંથી એનઓસી લેવી નહીં પડે. રાજકોટમાંથી એરપોર્ટનું સ્થળાંતર થઈ હીરાસર ખાતે નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયું છે. જયારે અત્યાર સુધી રાજકોટના વિવિધ વિસ્તારોમાં ઉંચી ઈમારતો માટે જુના એરપોર્ટમાંથી એનઓસી લેવી પડતી હતી. એરપોર્ટ બધં થઈ ગયું હોવા છતાં પણ એનઓસીને લઈને બિલ્ડરો માટે માથાનો દુ:ખાવો થયો હતો. આ બાબતે રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્રારા દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી. જેના સફળ પ્રતિસાદ રૂપે તાત્કાલીક ધોરણે આ નિર્ણય લઈ હવેથી એનઓસીની ઝંઝટ નહીં રહે.
રાજકોટમાં નવું હીરાસર એરપોર્ટ શરૂ થઈ ગયું તેને એક વર્ષનો સમયગાળો થઈ ગયો હતો. જુના એરપોર્ટનું લાઈસન્સ પણ સરકારને સરન્ડર કરી દીધું હતું તેમ છતાં બિલ્ડીંગ પ્રોજેકટ માટે તત્રં દ્રારા એનઓસી માગવામાં આવી રહ્યું હતું. યોગ્ય ઉંચાઈના લાભ મળી ન શકતા બિલ્ડરોને અનેક મુશ્કેલી પડતી હતી. જુના એરપોર્ટમાંથી એનઓસી માટે બિલ્ડર એસોસીએશન દ્રારા કોર્પેારેશનથી લઈ ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રી સુધી રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં પણ બિલ્ડરો ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુને રૂબરૂ મળ્યા હતા અને બિલ્ડરોની આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.
અગાઉ બિલ્ડર એસોસીએશને રજુઆત કરી હતી ત્યારે સરકારે કહ્યું હતું કે, આ અંગે ગેઝેટમાંથી સુધારો કરવામાં આવશે ત્યાર બાદ જુના એરપોર્ટમાંથી એનઓસી નહીં લેવી પડે. આ દરમિયાન લોકસભાની ચૂંટણી આવતા એનઓસીનો મુદ્દો અટકી પડયો હતો. જયારે આજે નવા ગેઝેટમાં આ બાબતે સુધારો કરવામાં આવ્યો છે. રાજકોટ ક્રેડાઈની રજુઆત બાદ ઉડ્ડયન મંત્રીએ ત્વરીત નિર્ણય લઈ નવા ગેઝેટમાં જુના એરપોર્ટની એનઓસીને દુર કરી છે. હવે અમદાવાદ અને સુરતની જેમ રાજકોટમાં પણ ગગનચૂંબી ઈમારતો બની શકશે.
જયારે નવા એરપોર્ટ હીરાસરમાં પણ કલર કોડ ઝોનલ મેપ લાગી જતાં રાજકોટમાં ૨૦ થી ૫૬ કિલોમીટર સુધીમાં કોર્પેારેશન તથા રૂડામાં સમાવિષ્ટ્ર થતાં બિલ્ડીંગને ૪૫ મીટર સુધી મંજુરી લેવામાં જરૂર નહીં રહે. જેના લીધે બાંધકામ માટે એનઓસીમાંથી મુકિત મળશે. આથી હવે રાજકોટની ઈમારતોને પણ નવી ઉંચાઈ મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech