કેન્દ્ર સરકાર દ્રારા રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર નિયંત્રણ લાવવા માટે અગાઉ રેરા ઓથોરિટી નું નિર્માણ કરવામાં આવ્યું હતું તે જ રીતે હવે કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલિશન વેસ્ટ ના નિકાલ માટે પણ આકરા કાયદાઓ અને નિયમો આવી રહ્યા છે આગામી એપ્રિલ–૨૦૨૫થી તેનો અમલ શ થનાર છે. કોઈપણ બિલ્ડીંગ પ્રોજેકટના સી એન ડી વેસ્ટ માટે સીપીસીબી મતલબ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ફકત આટલું જ નહીં પરંતુ કન્સ્ટ્રકશન સાઇટ પર સેગ્રીગેશન ઓફ વેસ્ટ માટેની તમામ વ્યવસ્થાઓ પણ રાખવી પડશે તેમજ સાઇટ ઉપર કન્સ્ટ્રકશન વેસ્ટનું રિસાયકલ પણ કરવું પડશે અને રિસાયકલ કરેલા જથ્થામાંથી અમુક જથ્થો રી યુઝ પણ કરવો પડશે. આ સહિતના આકરા નિયમો આવી રહ્યા છે.
જો કોઈ મોટો બિલ્ડીંગ પ્રોજેકટ હશે તો તેણે સ્થળ ઉપર કન્સ્ટ્રકન અને ડિમોલિશન વેસ્ટ પ્રોસેસ કરવા માટે પ્લાન્ટ પણ નાખવાનો રહેશે. કેન્દ્રીય ઓથોરિટી સમક્ષ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે અને જો કેન્દ્રીય ઓથોરિટીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તો બિલ્ડીંગ પ્લાન પાસ સહિતની પ્રક્રિયા જ થઈ શકશે નહીં. બિલ્ડીંગ પ્લાન પાસ કરવા માટેની પ્રક્રિયામાં પણ સી એન્ડ ડી વેસ્ટના નિકાલ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં તેની વિગતો માંગવામાં આવશે. એકંદરે હાલમાં જે રીતે રેરામાં રજીસ્ટ્રેશન થાય છે તે રીતે સી એન્ડ ડી વેસ્ટ માટે પણ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે.ઉપરોકત નવા કાયદાનો એપ્રિલ ૨૦૨૫થી અમલ થનાર છે અને આ માટે રાય સરકાર તેમજ સ્થાનિક સ્તરે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખાસ કરીને વેસ્ટ કલેકશન માટે ડેડીકેટેડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પૂરી પાડવામાં આવશે તેમજ વેસ્ટ ના સેન્ટ્રલાઈઝેશન અને ડી સેન્ટ્રલાઈઝેશન ની ફેસીલીટી નું મેન્ટેનન્સ કરવામાં આવશે. ત્યારે રાય સરકાર દ્રારા આ કામગીરી માટે મહાનગરપાલિકાઓને ઇન્ફ્રાસ્ટ્રકચર માટેની ગ્રાન્ટ અને ફાઇનાન્સ સહિતની ફેસિલિટી પ્રોવાઇડ કરવામાં આવશે.
કન્સ્ટ્રકશન એન્ડ ડિમોલિશન કચરા વ્યવસ્થાપન માટેની નવી માર્ગદર્શિકા અને જવાબદારીઓ જે એપ્રિલ ૨૦૨૫ સુધીમાં અમલમાં આવશે. આ માર્ગદર્શિકા ટકાઉપણું વધારવા, કચરા વ્યવસ્થાપન પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને આપણા સમુદાયો માટે હરિયાળા ભવિષ્યની ખાતરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
વિસ્તૃત નિર્માતા જવાબદારી (ઈપીઆર):
નોંધણી: બધા ઉત્પાદકો, મધ્યવર્તી કચરો સંગ્રહ સુવિધાઓ અને રિસાયકલર્સે ઈપીઆર ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે.
જવાબદારીઓ: ઉત્પાદકોએ તેમનો ૧૦૦% કચરો પ્રોસેસિંગ સુવિધાઓ અથવા મધ્યવર્તી સ્ટોરેજમાં જમા કરાવવો જોઈએ જો કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોય.
ઇન–સીટુ રિસાયકિંલગ: ઇન–સીટુ પ્રોસેસિંગ હાથ ધરતા ઉત્પાદકોએ બચેલો કચરો જમા કરાવવો જોઈએ અને ઉત્પાદક અને રિસાયકલર બંનેની જવાબદારીઓ પૂર્ણ કરવી જોઈએ.
ઈપીઆર પ્રમાણપત્રો: ઉત્પાદકોએ નોંધાયેલા રિસાયકલર્સ પાસેથી પ્રમાણપત્રો ખરીદવા આવશ્યક છે. આ પ્રમાણપત્રો, જે ત્રણ વર્ષ માટે માન્ય છે, ઇન–સીટુ અને ઓફ–સાઇટ રિસાયકિંલગના વેઇટેજના આધારે બનાવવામાં આવે છે
કેવા નિયમો, કોને લાગુ પડશે
પ્રોપર્ટી ડેવલપર્સ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓ માટે
– ફરજિયાત ઓન–સાઇટ કચરો અલગ કરવો.
– ન્યૂનતમ ૫૦% રિસાયકિંલગ દર અને ૨૦% લ્યુસ ઓફ
– ફરજિયાત ઓન–સાઇટ કચરો અલગ કરવો.
– ન્યૂનતમ ૫૦% રિસાયકિંલગ દર અને રિસાયકલ કરેલી સામગ્રીનો ૨૦% ઉપયોગ.
– પ્રમાણિત રિસાયકલર્સ અને ચાલુ સ્ટાફ તાલીમ સાથે ભાગીદારી
રિસાયકલર્સ
– પર્યાવરણીય ધોરણો અને ગુણવત્તાના નિયમોનું પાલન.
– ક્ષમતા વૃદ્ધિ અને અધતન ટેકનોલોજી રોકાણ.
– રિસાયકલ ઉત્પાદનો માટે ત્રિમાસિક અહેવાલ અને ગુણવત્તા પ્રમાણપત્ર
રાજય સરકારો
– સી એન્ડ ડી કચરાના અલગીકરણ અને રિસાયકિંલગ માટે નીતિ અધિનિયમ.
– યુએલબી માટે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને નાણાકીય સહાય.
– જાહેર જાગૃતિ ઝુંબેશ અને મોનિટરિંગ ફ્રેમવર્ક
શહેરી સ્થાનિક સંસ્થાઓ
– સમર્પિત સી એન્ડ ડી કચરો સંગ્રહ અને પરિવહન પ્રણાલી.
– કેન્દ્રિય અને વિકેન્દ્રિત પ્રક્રિયા સુવિધા વ્યવસ્થાપન.
– નિયમન અમલીકરણ, સમુદાય જોડાણ અને ડેટા મેનેજમેન્ટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech