ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર નું આજે પ્રારભં થયો છે સત્રના પ્રારંભે રાયપાલ આચાર્ય દેવ વ્રતે સભાને સંબોધન કયુ હતું. તે પૂર્વે કોંગ્રેસ પક્ષની બેઠક મળી હતી જેમાં અંદાજપત્ર સત્રમાં વિશિષ્ટ્ર અંદાજમાં કોંગ્રેસ આક્રમક તેવર દેખાડવા તૈયાર થઈ ગયું છે.
સમગ્ર સત્ર દરમિયાન હાથે પગે બેડી પહેરાવીને અમેરિકાથી લાવવામાં આવેલા ગુજરાતીઓ સહિત ગુજરાતની પ્રજાને ઠીંગો બતાવી ભાજપ શાસિત રાયોમાં વહેંચવાતી રેવડી ,રાયમાં નકલીની બોલબાલા, દારૂ સહિત નશીલા પદાર્થની રેલમછેલ ,મોંઘવારી બેરોજગારી જમીન કૌભાંડ ,ખેડૂતોને અન્યાયને અમરેલીમાં ભાજપના આંતરિક ડખ્ખામાં પોલીસ દ્રારા નિર્દેાષ યુવતી નો કઢાયેલ વરઘોડો જેવા અનેક સળગતા પ્રશ્નોને લઈને આક્રમક તેવર દેખાડવા તૈયાર થયું છે.
વિધાનસભાના કાર્યવાહીના પ્રારંભે ગવર્નર આચાર્ય દેવવ્રત એ ગૃહને સંબોધન કયુ હતું ત્યારબાદ સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ, કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકી તેમજ પૂર્વ અધ્યક્ષ શંભુજી ઠાકોર નેમજી કેનિયા અને કમલેશભાઈ પટેલ ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ ગૃહની કામગીરી મુલતવી રાખવામાં આવી હતી.
આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્રારા રાય સરકારનું વર્ષ ૨૦૨૫ ૨૬ નુ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે સત્ર દરમિયાન ચારથી વધુ વિધેયક રજૂ થવાની શકયતા છે.અહીં નોંધવું જરી છે કે આજે વિધાનસભાના પ્રારંભના સમયે ભારતીય જનતા પાર્ટીની સભ્ય સંખ્યા ૧૬૧ થઈ છે કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો પ્રજાના પ્રશ્નો ઉઠાવશે ૩૮ દિવસના બજેટ સત્ર દરમિયાન ૨૭ બેઠકો દરમિયાન ૧૦ રજા ઓ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech