ચૂંટણી આચાર સહિતા હજુ ઊઠી નથી પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતના સત્તાવાળાઓએ આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારી શરૂ કરી દીધી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિના ચેરમેનોની એક બેઠક મળી હતી અને તેમાં આગામી બજેટ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના અધિકારીઓ સહિતનો સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાંથી આજે સાંજ સુધીમાં મુક્ત થઈ જશે અને તારીખ 21 ફેબ્રુઆરીના આચારસંહિતા પૂરી થઈ જશે. તે બાબતને ધ્યાનમાં રાખી આજે મીટીંગમાં પદાધિકારીઓએ ચાલુ નાણાકીય વર્ષના બજેટ સંબંધી કામગીરીના લેખાજોખા લીધા હતા અને કયા કામો પૂરા થયા છે અને કયા કામો હજુ પુરા થયા નથી તેની સમીક્ષા કરી હતી. ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા આડે હવે માત્ર બે મહિના બાકી રહે છે તેથી બજેટ અનુલક્ષીને કયા વિભાગમાં કેટલી નાણાકીય જરૂરિયાત છે અને કયા વિભાગ પાસે કેટલા નાણા બજેટમાં ફાળવ્યા છતાં પણ વપરાયેલા પડ્યા છે તેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.
બજેટને અનુસંધાને જુદી જુદી કમિટીઓની બેઠક ટુક સમયમાં મળશે અને ચાલુ માસના અંત સુધીમાં કારોબારી સમિતિની બેઠક બોલાવવામાં આવશે. તેમાં બજેટને બહાલી આપ્યા પછી અંતિમ બહાલી માટે સામાન્ય સભામાં મૂકવામાં આવશે. સામાન્ય સભા માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં મળવાની છે. રૂટીન મુજબ દર બે મહિને સામાન્ય સભા બોલાવવાની હોય છે. માર્ચ માસના પ્રથમ સપ્તાહમાં મળનારી સામાન્ય સભાને બજેટ સભાનો ખાસ દરજ્જો આપીને આ કામગીરી પૂરી કરવામાં આવશે.
જિલ્લા પંચાયતના પદાધિકારીઓની મળેલી સંકલન બેઠકમાં ચાલુ વર્ષના પેન્ડિંગ કામો વિકાસ કામો નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા ફોલો અપ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ઉપરાંત દંડક વિરલભાઈ પનારા આઇસીડીએસ કમિટીના ચેરમેન કંચનબેન બગડા સિનિયર સભ્ય મોહનભાઈ દાફડા અમૃતભાઈ મકવાણા ધર્મેશભાઈ ટીલાળા નાથાભાઈ વાસાણી અમરશીભાઈ ચૌહાણ વિનુભાઈ ધડુક સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech