જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર તરીકે પ્રથમવાર ડો ઓમ પ્રકાશે નવનિયુકત સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લ વીબેન ઠાકરને ડિજિટલ બજેટ સોપ્યું હતું.ગત વર્ષે બજેટ ૯૩૫.૯૭ કરોડનું હતું.આ વર્ષે બજેટના કદમાં ૫૪૬.૨ કરોડના વધારા સાથે ૧૪૮૨.૧૭ કરોડનુ પેપર લેસ બજેટ રજૂ કરાયું છે.સ્થાયી સમિતિ ચેરમેનની આગેવાનીમાં સમિતિના સભ્યો દ્રારા બજેટ નિરીક્ષણ અને ચર્ચા કર્યા બાદ જનરલ બોર્ડમાં સુધારા વધારા સાથે બજેટ રજૂ કરાશે. આ વર્ષના બજેટમાં રેવન્યુ ૩૩૪.૧૮ કરોડ જેની સામે ખર્ચ ૩૩૪.૧૮ કરોડ, કેપિટલ આવકના મુખ્યત્વે સરકારી યોજનામાં મળતી ગ્રાન્ટનો ૮૭૪.૪ કરોડનો અંદાજ લગાવવામાં આવ્યો છે.પ્રોપર્ટી ટેકસમાં ૨૦ ટકાનો વધારો કરાયો છે. નવા ટેકસ માળખા અંતર્ગત બજેટમાં અલગ અલગ વેરાના બદલે સફાઈ કર, દિવાબતી કર અને એનવાયરમેન્ટ ચાર્જનો સામાન્ય કર સાથે લિંકઅપ કરવા સૂચન કરાયું છે. આવતા વર્ષથી પાણી વેરો ડ્રેનેજથી અને યુઝર ચાર્જ તથા વોટર અને સામાન્ય કરીને પણ લિંકઅપ કરાશે.પ્રોપર્ટી ટેકસમાં ચારેય કેટેગરીમાં પાંચ ટકાનો વધારો લાદવામાં આવ્યો છે અને આવતા વર્ષથી દરેક ફેકટર રેટમાં વધુ એક ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. પર્યાવરણની જાળવણી અર્થે એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ સામાન્ય કરના એક ટકા દાખલ કરવા સૂચન કરાયું છે.૨૦ ચોરસ મીટરથી નાની પ્રોપર્ટી તથા ઝુપડપટ્ટી કાચા મકાન અને ખુલ્લ ા પ્લોટમાં મિલકતમાં ટેકસ વધારો સૂચવવામાં આવ્યો નથી.રાય સરકાર દ્રારા જૂનાગઢને સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે જેથી સ્માર્ટ સિટી અને વિવિધ ડિજિટલ અને પ્રોગ્રેસિવ પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાની તમામ કામગીરી ડિજિટલ થશે કમિશનર દ્રારા સ્ટેન્ડિંગ ચેરમેનને બજેટ ડિજિટલ મંજૂર કરવામાં આવે અને ડિજિટલી બજેટ જ રજૂ કરવામાં આવે તેવી પણ અપેક્ષા રાખી છે.
જુનાગઢ વિકાસ પથ પર સતત આગળ વધે અને જાજરમાન જુનાગઢ સંસ્કૃતિ અને સામાજિક જીવનના રંગમાં યથાર્થ રહે તે માટે કમિશનર દ્રારા પ્રથમ બજેટ રજૂ કરવામાં આવેલ છે આ બજેટને સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન અને સભ્યોની ટીમ દ્રારા અલગ અલગ દિશાઓમાં નિરીક્ષણ અને સર્વેક્ષણ કર્યા બાદ સુધારા વધારા સાથેનું બજેટ જનરલ બોર્ડમાં ઠરાવ માટે રજૂ કરાશે જોકે ઉધોગ વિહોણા અને મંદીના માહોલ વચ્ચે કમિશનર દ્રારા સૂચવવામાં આવેલ વેરા વધારાના બજેટમાં શાસકો ફેરફાર કરે તેવી પણ અપેક્ષા જુનાગઢ વાસીઓ સેવી રહ્યા છે.બજેટ બેઠકમાં ડેપ્યુટી કમિશનર ઝાપડા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક અજવાણી સ્થાયી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સિનિયર સિટીઝન એપ તથા ચેટ બોર્ડ ઘર બેઠા મનપાની સેવાનો લાભ
ડિજિટલ પદ્ધતિના વધુ વ્યાપ માટે મહાનગરપાલિકા પાર્ટી પ્લોટ તામહોલ બુકિંગ અને અન્ય સેવાઓ ઓનલાઈન બુક કરવા સીટીઝન પોર્ટલ બનાવશે આ ઉપરાંત ચેટબોટ દ્રારા તાત્કાલિક પ્રશ્નોના હાલ, પેપર લેસ ના અમલીકરણના ભાગપે મહાનગરપાલિકાની તમામ સેવા ડિજિટલ થશે.આગામી વર્ષમાં ઘરવેરાના તમામ બિલ મેલ તથા વોટસએપમાં જ આવશે.
ફૂડ લેબોરેટરી , ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરાશે
બજેટમાં રખાયેલ અંદાજપત્રમાં ખોરાકમાં અટકાવવા ચકાસણી કરવા ૧૩ કરોડના ખર્ચે ફુડ ટેસ્ટિંગ લેબોરેટરી, સિનિયર સિટીઝન અને જરિયાતમદં દર્દીઓને વિનામૂલ્ય સેવા મળે તે માટે સાંતેશ્વર, ખામ ધ્રોળ કે ટીંબાવાડી ખાતે ૩૫ લાખના ખર્ચે ફિઝિયોથેરાપી સેન્ટર, ૫૦ જુવે નાઇલ ડાયાબિટીસ બાળકોને સહાય માટે ૧૨ લાખ, ૩૫૦ ટીબીના દર્દીઓને સહાય માટે ૨૦ લાખની બજેટ, ડ્રોન મારફત મચ્છરજન્ય રોગને નિયંત્રણ લાવવા એક કરોડ.
ટ્રાફિક મેનેજમેન્ટ, પાકિગ અને રસ્તા વનવે
મહાનગરપાલિકા દ્રારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ઈન્ટિગ્રેટ સિસ્ટમ એ આઈ ના ઉપયોગ દ્રારા ટ્રાફિકની સ્થિતિ અને૪૪ પાકિગ ડેવલપ કરાશે તથા સ્થાયી સમિતિ દ્રારા ચર્ચા કર્યા બાદ શહેરને યાં જર લાગશે તેવા રસ્તાને વનવે કરાશે. ઈ મોબાલિટીના ભાગપે શહેરના તમામ ઈ ચાજિગ સ્ટેશનને મેપ કરી સીટી વેબસાઈટ પર મૂકવામાં આવશે.
દિવાન ચોકથી સર્કલ ચોક એક કરોડના ખર્ચે હેરિટેજ સ્ટ્રીટ
મહાનગરપાલિકા દ્રારા સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવા દિવાન ચોક થી સર્કલ ચોક સુધીના વિસ્તારને એક કરોડના ખર્ચે હેરિટેજ સ્ટ્રીટ બનાવાશે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરમાં એમપી થિયેટર, કોફી હાઉસ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને મ્યુઝીકલ ફાઉન્ટેન તથા વાઘેશ્વરી તળાવમાં ફડ કોર્ટ, ગાર્ડન, વોકવે, બાયો મેડીટેશન પ્લાન્ટ ભવનાથ વિસ્તારમાં બ્રિજ બ્યુટીફિકેશન અને સનાતન પથ માટે ૫.૪૫ કરોડ, શહેરના જાહેર સ્થળોએ અને મુખ્ય રોડ પર ૧૦ સ્માર્ટ પબ્લિક ટોયલેટ બનાવાશે.શહેરીજનોને નજીકના સ્થળોએ તમામ સેવાઓનો લાભ મળે તે માટે ચાર જગ્યાઓએ સીવીક સેન્ટર ઊભા કરાશે. આડેધઙ હોડિગ લગાવવામાં ન આવે તે માટે યુનિફોર્મ હોડિંગ પોલીસી બનાવવામાં આવશે. શહેરમાં વકિગ મહિલાઓને ધ્યાને રાખી દેશ સ્થળોએ ઘોડિયાઘર શ કરાશે.
ડસ્ટબિનની જેમ ઘરે ઘરે કાપડની થેલી અપાશે
મહાનગરપાલિકા દ્રારા અગાઉ બજેટમાં વિવિધ સ્થળોએ કાપડની થેલી મળી રહે તે માટે મશીન રાખવા નક્કી કરાયું હતું પરંતુ તે પ્રોજેકટ અભેરાઈએ ચડી ગયો છે અને હવે મિલકત ધારકોને ઘરે ઘરે કાપડની થેલીનું વિતરણ કરવા પ્રોજેકટ રખાયો છે આ ઉપરાંત અગાઉ મધુરમ વિસ્તારમાં હોકર્સ ઝોન માટે જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ હવે મહાનગરપાલિકાએ ગાંધીગ્રામ અને દોલતપરા વિસ્તારમાં હોકર્સ ઝોન માટે ૭.૫ કરોડની ફાળવણી કરાઈ છે.
૫૦ ઈ–બસ તથા બસ ટર્મિનલ
મહાનગર પાલિકા દ્રારા બે થી ત્રણ મહિનામાં શહેરમાં પીએમ બસ યોજના હેઠળ ૫૦ ઈલેકટ્રીક સિટી બસ શ કરાશે તથા ૧૦ કરોડના ખર્ચે બસ ટર્મિનલ સ્ટેશન બનાવવામાં આવશે. આ ઉપરાંત ભેસાણ ચોકડી થી વંથલી રોડ સુધીના રસ્તાને ફોરલેન બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. સોલાર પ્રોજેકટ અન્વયે ૫૩ કરોડના ખર્ચે ૧૦ એમ વી સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, ૧૨.૮૦ કરોડના ખર્ચે બસ ડેપો બનાવવામાં અંદાજ લગાવાયો. હાજીયાણી બાગ ખાતે ત્રણ કરોડના ખર્ચે એમ આર એફ સેન્ટર,ગાર્ડન બનાવવામાં આવશે, ૪૦ ટન ભીના કચરાને પ્રોસેસિંગ કરી તેમાંથી ગેસ ઉત્પન્ન કરવા માટે ૬.૫૦ કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરાશે.
સકકરબાગ, રોપવે, ઉપરકોટ ખાતે આવતાં પ્રવાસીઓ પાસે કર ફી
મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી ઉપરકોટ, રોપવે અને સકરબાગ ખાતે આવતા બહારના પ્રવાસીઓ પાસે વધારાની પ્રવાસી ધારણ ફી દાખલ કરવા,૫૦ કરોડના ખર્ચે મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડી મહાનગરપાલિકાની આવક વધારવા આપ પ્રોજેકટનું આયોજન.
૩૦ કરોડના ખર્ચે એકિઝબિશન કમ કન્વેન્શ હોલ સહિત પ્રોજેકટ
શહેરમાં ૩૦ કરોડના ખર્ચે એકિઝબિશન કમ કન્વેન્શન હોલ બનાવાશે, મોતીબાગ પાસે ગિરનાર પબ્લિક સ્કૂલના આગળના ટીપી રિઝર્વ પ્લોટ માં ૧૩ કરોડના ખર્ચે લાઇબ્રેરી બનાવવા,૨૫ કરોડોના ખર્ચે નવા પાર્ટી પ્લોટ તથા સ્પોટર્સ કોમ્પલેક્ષ કે જેમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ સહિતની રમત રમી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech