વિશ્વનેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નું લય રાખ્યું છે. ગુજરાતે આ લયને હાંસલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લીવિંગ વેલ અને અર્નિગ વેલના આધારે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડ મેપ ઘડો છે. આ રોડમેપના આધારે વિકસિત ગુજરાતનો ધ્યેય પ્રા કરવા ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા, અસરકારકતા અને પ્રતિભાવશીલતા વધારવી જરી છે.આ સમગ્ર બાબતોની વ્યાપક સમીક્ષા અને રાયના વહીવટી માળખા અને વહીવટનો સમગ્રલક્ષી અભ્યાસ કરી તેમાં સુધારા સૂચવવા અને જરી ફેરફાર કરવા માટે અવકાશ છે કે કેમ તેની વિચારણા કરવા આ ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાનો નિર્ણય કર્યેા છે.તમામ બાબતો ને ધ્યાન માં રાખી ગુજરાત રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બજેટમાં વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત કરી હતી. આ પંચની રચના બજેટ સત્ર પૂર્ણ થાય તે પહેલા જ કરી દેવામાં આવી છે. જેના મુખ્ય સલાહકાર તરીકે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ હસમુખ અઢિયા ની અધ્યક્ષતામાં પંચની રચના કરવામાં આવી છે. આ પચં વિષય નિષ્ણાતોની સેવા લેવા સિવાય અન્ય ખાસ વિષયોની કામગીરી માટે પેટા સમિતિની રચના પણ કરી શકશે. ગુજરાત સરકારના ૨૦૨૫–૨૬ના બજેટમાં વહીવટી સુધારણા પંચની રચના કરવાની થયેલી જાહેરાત બાદ ત્વરિત પગલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પંચની રચના કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં રચાયેલા આ પંચમાં મુખ્ય સચિવ, જીએડીના અધિક મુખ્ય સચિવ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ તથા નાણાવિભાગના અગ્રસચિવ સભ્યો તરીકે અને વહીવટી સુધારણા પ્રભાગના સચિવ સભ્ય સચિવ તરીકે નિયુકત કરાયા છે. છ સભ્યોના આ પચં મુખ્ય કાર્યાલય સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ– સ્પીપા ખાતે રહેશે. આ પચં બે વર્ષ સુધીમાં અભ્યાસ પૂર્ણ કરી પોતાની ભલામણો સમયાન્તરે રાય સરકારને સોંપશે. મુખ્યમંત્રીએ ગુજરાત વહીવટી સુધારણા પંચને વિધિવત મંજૂરી આપવા સાથે ટમ્ર્સ આફ રેફરન્સ પણ નિયત કરી દીધા છે. કુલ ૬ જેટલી બાબતોમાં આ પચં કાર્ય કરવા સાથે રાય સરકારને જરી માર્ગદર્શન આપશે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ સ્ટ્રકચર, રેશનલાઇઝેશન આફ મેનપાવર એન્ડ હ્યુમન રિસોર્સિસ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ રિસોર્સ ઓપ્ટિમાઇઝેશન, ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ લોકલ ગવર્નન્સ, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ તેમજ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન સ્ટ્રકચર જેવી બાબતો સમાવિષ્ટ્ર થશે. આ પચં વિષય નિષ્ણાતો ની સેવા લેવા સિવાય નિષ્ણાતોની પેટા સમિતિની પણ રચના કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપઠાણકોટમાં બીએસએફ જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો
February 26, 2025 03:27 PMપાકિસ્તાન સામે સદી ફટકારવા બદલ કોહલી રેંકિંગમાં આગળ પહોંચ્યો, ICC એ આપી ભેટ
February 26, 2025 03:26 PM'સૌથી ખરાબ એરલાઇનનો પુરસ્કાર હોત તો એ એર ઇન્ડિયાને મળત: BJP પ્રવક્તા જયદીપ શેરગિલ
February 26, 2025 03:26 PMરાજૌરીમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો
February 26, 2025 03:21 PMધ સ્પાયર, ટાઇમ સ્કવેર વન, સોની બજાર, યાર્ડમાં વધુ છ મિલકતો સીલ કરતી મનપા
February 26, 2025 03:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech