વાવડીમાં રાધેશ્યામ ગૌશાળા પાસે આવેલા વ્રજવિલા એપાર્ટમેન્ટમાં બધં લેટને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી પિયા ૪૪,૫૦૦ ની મત્તા ચોરી કરી ગયા અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવાર સાળાના લ માટે વેરાવળના હસનાવદર ગામે વતનમાં ગયો હતો દરમિયાન ચોરીની આ ઘટના બની હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાધેશ્યામ ગૌશાળા પાસે વ્રજવિલા એપાર્ટમેન્ટ સી૧૦૨ માં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં કારખાનામાં પરચેસ ઓફિસર તરીકે નોકરી કરનાર દિવ્યેશભાઈ ઉકાભાઇ ડોડીયા(ઉ.વ ૨૭) દ્રારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દિવ્યેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૦૪ ના સાંજના પાંચેક વાગ્યે આસપાસ તે તેમના પત્ની અને તેમના પિતા મૂળ વતન વેરાવળના હસનાવદર ગામે સાળાના લ સબબ ગયા હતા દરમિયાન બીજા દિવસે સવારે આઠેક વાગ્યે આસપાસ પાડોશી ગૌતમભાઈ ગોસ્વામીનો ફોન આવ્યો હતો અને તેમણે જાણ કરી હતી કે, તમારા લેટના દરવાજે લગાડેલ તાળું તૂટેલી હાલતમાં પડું છે અને મેં અંદર જોતા સામાન વેર વિખેર પડો છે ચોરી થઈ હોય તેવું છે. જેથી યુવાને તુરતં પોલીસ કંટ્રોલ મમાં જાણ કરી હતી અને તેઓ પણ રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા.
રાજકોટ આવ્યા બાદ યુવાને પોતાના લેટમાં જોતા સામાન વેરવિખેર હોય તેમના પત્નીએ ફ્રીજ ઉપર રાખેલ પાકીટ જેમાં .૮,૫૦૦ રોકડ હતી તેમજ એક મોબાઇલ ફોન કિંમત પિયા ૬,૦૦૦ આ ઉપરાંત લેપટોપ કિંમત પિયા ૩૦,૦૦૦ મળી કુલ પિયા ૪૪,૫૦૦ ની મત્તાની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.કારેણા તથા સ્ટાફે સીસીટીવી ફટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech