પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલી સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાય જાય છે અને તેનો નિકાલ સમયસર થતો નથી તેથી તેના કાયમી નિકાલ માટે યોગ્ય કરવા માંગ થઇ છે.
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળની સોસાયટીઓમાં રહેતા લોકોએ નગરપાલિકાના તંત્રને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે અમે તમામ રાધેશ્યામ પાર્ક તથા ક્રિષ્નાપાર્ક, રોકડીયાનગર તથા શક્તિધામ સોસાયટી વગેરે વિસ્તારના રહેવાસીઓ છીએ.અમારો વિસ્તાર પહેલા ગ્રામ્ય વિસ્તારમાં આવતો હોય અને સને ૨૦૧૫ની સાલમાં ખાપટ વિસ્તાર સીટી સાથે ભળી ગયેલ છે અને અમો બધા રોકડીયા હનુમાન મંદિર પાછળ આવેલ અલગ- અલગ સોસાયટીમાં અમારો વસવાટ કરીએ છીએ અને ચોમાસા દરમ્યાન આ અમારા વિસ્તારમાં ખૂબજ પ્રમાણમાં પાણી ભરાઇ જાય છે અને નગરપાલિકા દ્વારા આવુ પાણી કઢાવવામાં આવે છે.
તેમજ ચોમાસા દરમ્યાન ગાયત્રી મંદિરથી માતી ઓઇલ મીલવાળા રસ્તા ઉપર આવેલ મામાદેવ સામેનો રસ્તો કે જે રવિપાર્ક, રાધેશ્યામપાર્ક, રોકડીયાનગર, ક્રિષ્નાપાર્ક, રાજશીભાઇ બાહરીયાની વાડી પાસેથીથઇ અને સીધો રોકડીયા હનુમાન મંદિર- સુચી સ્કૂલને જોડતો રસ્તો આવેલ છે અને આ રસ્તામાં છેક સુધી ચોમાસા દરમ્યાન પાણી ભરાયેલુ રહે છે અને તેમાં પણ ખાસ કરીને મામાદેવના મંદિર સામેથી રાધેશ્યામપાર્ક પાસે અલગ -અલગ જગ્યાએ ખાસ ચોમાસાનું પાણી ભરાય છે અને તેના કારણે આ વિસ્તારમાંથી નાના મોટા વૃધ્ધો, બહેન, દીકરીઓ, બાળકો વગેરે તેની સાયકલ કે સ્કૂટર લઇ આ રસ્તેથી પસાર થઇ શકતા નથી અને નીકળે તો પણ ગોઠણ સુધીના પાણીમાં થઇ નીકળવુ પડે છે અને વૃધ્ધોને લઇને તો નીકળવુ પણ ખૂબજ તકલીફ પડે છે અને કોઇ વૃધ્ધ બીમાર પડે તો પણ તેને દવાખાને લઇ જવા આવવામાં પણ ખૂબજ તકલીફ પડે છે.
ગાયત્રી મંદિરથી માતી ઓઇલમીલ વાળા રસ્તા ઉપર આવેલ મામાદેવ સામેનો રસ્તો કે જે રવિપાર્ક, રાધેશ્યામપાર્ક, રોકડીયાનગર, ક્રિષ્નાપાર્ક, રાજશી બાહરીયાની વાડી પાસેથી થઇ અને સીધો રોકડીયા હનુમાન મંદિર- સુચી સ્કૂલને જોડતો રસ્તો આવેલ છે અને આ રસ્તામાં છેટ સુધી ચોમાસા દરમ્યાન પાણી ભરાયેલુ રહેલ છે અને તેમાં પણ ખાસ કરીને મામાદેવના મંદિર સામેથી રાધેશ્યામપાર્ક પાસે અલગ અલગ જગ્યાએ ખાસ ચોમાસાનું પાણી ભરાઇ જાય છે. તે જગ્યાએ બીરલાની ડટ-મોરમ નાખી રસ્તાનું લેવલ ઉચુ કરી આપવા આપને અપીલ છે.
તેમજ અમારા આ વિસ્તારમાં ઘણા સમયથી કોઇ બીરલાની ડટ કે મોરમ નાખવામાં આવેલ નથી અને તાજેતરમાં આ અમારા વિસ્તારમાં ગેસલાઇનનું ખોદાણ થયેલુ હોય જેના હિસાબે રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે. જેથી કરીને નાના બાળકોને સ્કૂલે જવામાં તથા વડીલોને ઘરની બહાર નીકળવામાં પણ ખૂબજ તકલીફ પડે છે તો આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા અપીલ છે.
હાલ ચોમાસામાં આ રસ્તા પર વહેલીતકે ભરતી નાખવી જોઇએ કારણકે રસ્તો ખૂબજ નીચાણવાળો અને ખાડાવાળો હોવાથી લોકોને નીકળવામાં પણ મુશ્કેલી પડે છે તેથી યોગ્ય કરવા માંગ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech