સાત લાખ વ્યાજે લીધા બાદ 19 લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોરોએ મુદ્દલની માંગણી કરી: પઠાણી ઉઘરાણી કરનારા છ શખ્સો સામે પોલીસ ફરિયાદ
જામનગરના બ્રાસપાર્ટના ધંધાર્થીએ જુદા જુદા વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ કરતા વધુ વ્યાજ ચુકવેલ હોવા છતાં શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી કરી અવારનવાર હેરાન કરવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આશરે સાત લાખ પિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 19 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ છ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58, કૃષ્ણ કોલોનીમાં પુષ્પમ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 303 માં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ નરશીભાઈ કણજારીયા નામના યુવાને જામનગરના છ જેટલા વ્યાજખોરો સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ગેરકાયદે વ્યાજ વસુલી પઠાણી ઉઘરાણી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
રાજેશભાઇએ ગત માર્ચ મહિનામાં પોતાની ધંધાની જરિયાત માટે સૌપ્રથમ અમિત બાબુભાઈ નામના વ્યક્તિ પાસેથી બે લાખ પિયા વ્યાજે લીધા હતા, જેનું અત્યાર સુધીમાં પાંચ લાખ ચાલીસ હજાર જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં હજુ મુદ્દલ રકમની માંગણી કરી ધાક ધમકી અપાતી હતી.
આ ઉપરાંત પ્રકાશભાઈ કટારમલ નામના વ્યક્તિ પાસેથી 2,75,000 વ્યાજે લીધા પછી તેના બદલામાં છ લાખ પિયા ચૂકવી આપ્યા હતા, જયારે વસંતભાઈ ભાનુશાળી પાસેથી એક લાખ પિયા મેળવીને તેની સામે ત્રણ લાખ 60 હજાર જેટલું વ્યાજ ચૂકવી આપ્યું હતું.
આ ઉપરાંત શૈલેષભાઈ ઉર્ફે ભીખાભાઈ નામના વ્યક્તિ પાસેથી 25,000 રૂપિયા વ્યાજે લીધા બાદ તેનું 32 હજાર પિયા વ્યાજ ચૂકવ્યું હતું, જયારે રવિ મહાજન નામના વ્યક્તિ પાસેથી 70,000 પિયા વ્યાજે લીધા બાદ તેનું 4,50,000 જેટલું રાક્ષસી વ્યાજ ચૂકવી આપ્યું હતું, જયારે સુમિત ભાઈ ચાંદ્રા પાસેથી 30,000 રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે પણ 1,20,000 જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં તમામ વ્યક્તિઓ અવારનવાર મુદ્દલ રકમની માંગણી કરી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જયાં અમિત બાબુ, પ્રકાશ કટારમલ, વસંત ભાનુશાળી, શૈલેષ ઉર્ફે ભીખા, રવિ મહાજન, અને સુમિત ચાંદ્ા રહે. બધા જામનગર ની વિદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આરોપીઓએ મુદલના પિયા માગીને પઠાણી ઉઘરાણી કરી હતી આરોપી અમિત તથા શૈલેષે ફરિયાદીને મારી નાખવાની ધમકી દીધી હતી આથી પોલીસ હેડ કોન્સ્ટેબલ એલ. કે. જાદવે તમામ છ આરોપીઓ સામે આઇપીસી કલમ 506-2 તેમજ મનીલેન્ડર્સ એક્ટ કલમ 5,39,40 અને 42 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તમામ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયામાં ખ્વાજા માસુમશાહ સરકાર અને હાજી કમાલશા બાબાનો ઉર્ષ શરીફ
May 20, 2025 11:09 AMભાણવડના મોટા કાલાવડ ગામેથી જુગારધામ ઝડપાયું
May 20, 2025 11:05 AMખંભાળિયાના હર્ષદપુરની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ
May 20, 2025 11:00 AMશું જયશંકરના કારણે આતંકી મસૂદ અઝહર અને હાફિઝ સઈદ જીવતા બચી ગયા: કોંગ્રેસ
May 20, 2025 10:58 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech