રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટી મિટિંગના એજન્ડામાં રહેલી ૪૯ દરખાસ્તમાંથી ૪૭ દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરી કુલ .૧૩ કરોડ ૮૦ લાખ ૬૭ હજાર ૨૫૪ના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને રેસકોર્સ સંકુલમાં બોકસ ક્રિકેટ શ કરવાની દરખાસ્ત મામલે પાર્ટી સંકલન મિટિંગમાં ઉંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા વિચારણા થયા બાદ આ દરખાસ્ત નામંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટિ દ્રારા નિર્ણય કરાયો હતો, અલબત્ત આ નિર્ણયની સાથે હવે શહેરમાં અન્ય કોઇ સ્થળે પણ બોકસ ક્રિકેટ શ ન કરવું તેવો પણ નિર્ણય કરાતા હવે આ રીતે બજેટમાં દર્શાવેલો સમગ્ર પ્રોજેકટ જ રદ કરાયો છે.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે રેસકોર્સ સંકુલમાં કલ્પના ચાવલા લેડીઝ ગાર્ડનની સામેનું લોકેશન બોકસ ક્રિકેટ માટે પસદં કરાયું હતું આ મુદ્દે ચર્ચા થતા લેડીઝ ગાર્ડન પાસે બોકસ ક્રિકેટ શ કરવાથી ત્યાં આગળ યુવાનો પડા પાથર્યા રહે અને ન્યુસન્સ સર્જાય તેવો સુર ઉઠો હતો, તદઉપરાંત ત્યાંથી તદ્દન નજીકમાં જ બાલભવનમાં બોકસ ક્રિકેટની સુવિધા ઉપલબ્ધ છે જ. બોકસ ક્રિકેટ મોટા ભાગે રાત્રે જ રમાંતું હોય મેન્ટેનન્સ વિગેરે માટે સ્ટાફની વ્યવસ્થા પણ અલાયદી કરવી પડે તેમ જણાતા ઉંડાણપૂર્વકની ચર્ચા વિચારણાના અંતે રેસકોર્સમાં બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાની દરખાસ્ત નામંજૂર કરાઇ હતી. સાથે જ હવે શહેરમાં કોઇ પણ સ્થળે મહાપાલિકા તત્રં એ બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ ન કરવું તેવો પણ નિર્ણય કરાતા એકંદરે આ સમગ્ર પ્રોજેકટ જ રદ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ત્રણ ઝોનમાં ત્રણ બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવા બજેટમાં સુચવાયું હતું પરંતુ વેસ્ટ ઝોનમાં કાલાવડ રોડને લાગુ સત્યસાંઇ માર્ગ ઉપર આસોપાલવ પાર્ક પાસે બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડનું ખાતમુહર્ત કરાયું ત્યાં જ રહીશો ઉમટી પડા હતા અને ભારે વિરોધ કરતા ત્યાંથી પ્રોજેકટ પડતો મુકાયો હતો. ત્યારબાદ ઉપલાકાંઠે વાજપેયી ઓડિટોરિયમ પાસેના પ્લોટમાં બોકસ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાનું શ કરાતા આજુબાજુની સોસાયટીના લતાવાસીઓમાંથી વિરોધ વંટોળ ઉઠતા ત્યાં પણ પ્રોજેકટ પડતો મુકાયો હતો, યારે રેસકોર્સમાં બોકસ ક્રિકેટ શ કરવાનું તો ખુદ શાસક પક્ષના નગરસેવકો અને પક્ષના હોદ્દેદારોને યોગ્ય નહીં જણાતા હવે દરખાસ્ત નામંજૂર કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech