આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના હંસાબેન કેશવભાઈ પાનસુરીયાએ એચડીએફસી અરગો જનરલ ઇન્સ્યોરન્સ કં. લિ.માંથી માય હેલ્થ કોટી સુરક્ષા હેઠળ મેડીકલેઈમ પોલિસી તેમજ પર્સનલ એક્સિડન્સ અંગેની પોલિસી લીધી હતી. દરમિયાન હંસાબેન કેશવભાઈ પાનસુરીયાને ઘરમાં કામકાજ ક૨તાં સમયે પડી જવાથી ખંભાના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર મેળવેલ, સદરહુ સારવારમાં થયેલ ખર્ચ અંગેનું હંસાબેન કેશવભાઈ પાનસુરીયાએ વીમા કંપની સમક્ષ કલેઈમ મંજુર થવા અર્થે જરૂરી કાગળો રજુ ક૨તાં વીમા કંપનીએ હંસાબેન કેશવભાઈ પાનસુરીયાનો ક્લેઇમ અગાઉનો દુખાવો છુપાવ્યા હોવાનું જણાવી કોઈપણ પ્રકારના વ્યાજબી કારણ વગર રદ કર્યો હતો, જેથી હંસાબેન કેશવભાઈ પાનસુરીયાએ નારાજ થઇને રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ વીમા કંપની સામે સેવામાં ક્ષતિ દાખવવા બદલ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા અગાઉનો દુખાવો હોવાનું અને ઘર કામ કરતા પડી જવાથી ફ્રેકચર થવાનું બંને એક સાથે સાંકળી શકાય નહીં તે મતલબની દલીલો કરતા, રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે વીમા કંપનીએ હંસાબેન કેશવભાઈ પાનસુરીયાને વીમા પોલિસી અંર્તગત ચુકવવાની થતી રકમ રૂા. ૨,૬૫,૧૮૭ તા. ૦૨- ૦૬- ૨૦૨૩થી ૯ ટકાના વ્યાજ તેમજ ફરીયાદીને થયેલ ખર્ચ પેટે રૂ।. ૫,૦૦૦ અલગથી ચુકવવાનો હુકમ કર્યો છે. આકેસમાં ફરિયાદી વીમેદાર વતી વકીલ તરીકે અજય જે. વસોયા રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech