રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે ૧૫ દિવસ પહેલા ગત તા.૨૩ના રોજ એકસાથે ત્રણ દરોડા પાડીને પકડેલા ક્રિકેટ સટ્ટાના કરોડોના નેટવર્કમાં વોન્ટેડ બુકી ત્રિપુટી પૈકી પોપટબંધુ અમીત ઉર્ફે મોન્ટુ ખમણ દીપકભાઈ અને નીરવ બન્ને ગઈકાલે ક્રાઈમ બ્રાંચના હાથે સપડાયા હતા. બન્ને શખસોને ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી ગોવામાં મળેલા ચંદ્રેશ નામના શખસ પાસેથી પ્રા થઈ હતી. ચંદ્રેેશ હાલ દુબઈ હોવાનું પોલીસને જાણવા મળે છે. જયારે કુખ્યાત બુકી તેજસ રાજુ રાજદેવ હજુ વોન્ટેડ છે અને દુબઈ કે અન્ય દેશમાં હોવાની પોલીસને આશંકા છે. પોપટબંધુ હાથમાં આવતા હવે તેજસ પણ સરન્ડર થાય તેવી ચર્ચા ચાલી રહી છે.
શહેરના સરદારનગર મેઈન રોડ પર ઓફિસમાં દરોડો પાડીને ક્રાઈમ બ્રાંચની ટીમે સુકેતુ કનૈયાલાલ ભુતા તેમજ અન્ય બે દરોડામાં નિશાંત હરેશભાઈ ચગ અને મનીષ ખખ્ખરને પકડી લીધા હતા. પીઆઈ બી.ટી.ગોહીલની રાહબરી હેઠળ તપાસનીશ પીએસઆઈ એ.એસ.ગરચર, જમાદાર અનિલભાઈ સોનારા, નિલેશભાઈ ડામોર, હરપાલસિંહ જાડેજા સહિતની ટીમે હાથ ધરેલી તપાસમાં પકડાયેલા ત્રણેય શખસોના મોબાઈલમાંથી અંદાજે ૨૪ કરોડથી વધુના વ્યવહારોની માસ્ટર આઈડી મળી હતી. આ માસ્ટર આઈડી પી.એમ. આંગડીયાના તેજસ રાજુભાઈ રાજદેવ તેમજ અન્ય બે બુકી પોપટબંધુ નિરવ તથા અમીતની હોવાનું ખુલ્યું હતું.
કરોડોના આ ક્રિકેટ સટ્ટાકાંડમાં ત્રણેય બુકીઓ વોન્ટેડ થઈ ગયા હતા. પોલીસ ઓનપેપર શોધખોળ કરતી હતી પરંતુ હાથ આવતા ન હતા. ગઈકાલે ત્રિપુટી પૈકી નિરવ અને અમીત ઉર્ફે મોન્ટુ ખમણ પોલીસના હાથમાં આવી જતાં બન્નેની ધરપકડ કરાઈ હતી. આઈડી બાબતે પુછપરછ કરાતા વધુ એક ગુજરાતી શખસ ચંદ્રેશનું નામ ખુલ્યું છે. માસ્ટર આઈડી ચેરી બેટ નાઈન ડોટ કોમ ચંદ્રેશે આપી હતી. હવે પોલીસનો તપાસની તોપ ચંદ્રેશ તરફ તંકાશે. ચંદ્રેશ દુબઈ તરફ હોવાના વાવડ પોલીસને મળ્યાનું જાણવા મળે છે. જેથી ચંદ્રેશ ટુંક સમયમાં જ હાથ આવે તેવું દેખાતું નથી. જો કોઈ ચમત્કાર કે ગોઠવણ પાર પડે તો ચંદ્રેશ આવી શકે તેવી બુકી આલમમાં ચર્ચા છે.
કુખ્યાત બુકી તેજસ પણ બબ્બે માસ્ટર આઈડી આપવાના ગુનામાં વોન્ટેડ છે અને સંભવતપણે તેણે દુબઈ તરફની વાટ પકડી હોવાની ચર્ચા છે. આ બન્ને બુકી હાથમાં આવી જતાં કદાચ તેજસ પણ ગમે ત્યારે ક્રાઈમ બ્રાંચના આંગણે આવી ચડે કે તપાસનીશના હાથમાં સપડાઈ તેવી બુકી આલમમાં વાતે વેગ પકડયું છે. બીજી તરફ સુકેતુ નિશાંત અને મનીષના મોબાઈલ ફોનમાંથી ૨૮ પંટરોના નામ અને કરોડોની બેલેન્સ વ્યવહારો પણ ખુલી હતી. જેમાં રાજકોટ લોધીકા સંઘના પુર્વ ડીરેકટર મહેશ આસોદરીયા અને વાંકાનેરના ધારાસભ્યના ભાઈ રાજુ સોમાણી સહિતના નામો ખુલ્યા હતા. ધારાસભ્યનો ભાઈ રાજુ સોમાણી પાંચ દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચમાં રજુ થઈને મુકત થઈ ગયો હોવાનું જાણવા મળે છે. રાજુ શાકભાજીનો થડો ધરાવતો હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech