રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સ્થાપનાની ૫૧–મી વર્ષગાંઠની ઉજવણીના ભાગપે આવતીકાલ તા.૧૯૧૧૨૦૨૪, મંગળવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ યોજાશે.
રાજકોટવાસીઓને મ્યુઝિકલ નાઇટમાં ઉમટી પડવા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્રારા ભાવભયુ જાહેર આમંત્રણ અપાયું છે.
ઉપરોકત કાર્યક્રમમાં ગુજરાત રાયના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ પાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ–કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ–મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતા ઉપસ્થિત રહેશે
આ કાર્યક્રમમાં એન્ટ્રી તથા પાકિગની વ્યવસ્થા
–વી.વી.આઈ.પી. એન્ટ્રી પાસ(ગુલાબી કલર પાસ)–હેમુ ગઢવી હોલ સામેથી એન્ટ્રી તેમજ પાકિગ વ્યવસ્થા એન.સી.સી.ગ્રાઉન્ડ પાસે રહેશે.
–વી.આઈ.પી. એન્ટ્રી પાસ(બ્લુ કલર પાસ)–કોટક સાયન્સ કોલેજ ગેઇટ, ડો.યાજ્ઞિક રોડથી એન્ટ્રી તેમજ પાકિગ વ્યવસ્થા કોટક સાયન્સ કોલેજ કેમ્પસ, ડી.એચ.કોલેજ કેમ્પસ તથા સબ રજીસ્ટ્રાર કચેરી પાસે રહેશે.
–જનરલ એન્ટ્રી(એન્ટ્રી માટે પાસની જરીયાત નથી)–હોમી દસ્તુર માર્ગથી એન્ટ્રી તેમજ પાકિગ વ્યવસ્થા હોમી દસ્તુર માર્ગ તથા એ.વી.પી.ટી.ગ્રાઉન્ડ તથા ડી.એચ.કોલેજ કેમ્પસમાં રહેશે.
સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિકનો ટૂંકો પરિચય...
અમાલ મલિક ભારતના પ્રસિદ્ધ સિંગર અને પ્લેબેક સિંગર છે. જેમણે બોલિવૂડ ઇન્ડ.માં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરેલ છે. અમાલ મલિકનો જન્મ મહારાષ્ટ્ર્ર રાજયના મુંબઈ શહેરમાં ૧૯મી જૂન ૧૯૯૦ના રોજ થયેલ છે. અમાલ એક સંગીત પરિવારમાંથી આવે છે. અમાલ મલિક સંગીત નિર્દેશક સરદાર મલિકના પૌત્ર છે અને ડબુ મલિકના પુત્ર છે, સંગીતકાર અનુ મલિકના ભત્રીજા છે અને સિંગર અરમાન મલિકના ભાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech