દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકર સિંહની સૂચનાના પગલે જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ નીતિથી કામ કરવા પોલીસ પ્રયત્નશીલ હોય જે અંતર્ગત એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ કૌશિકભાઇ જોશી, અરવિંદસિંહ જાડેજા અને વિજયસિંહ જાડેજાને એવી સચોટ બાતમી મળી હતી કે, ધોરાજી તાલુકાના નાની વાવડીથી સુપેડી વચ્ચેના રોડ પર એક શંકાસ્પદ વાહનમાં દારૂની હેરફેર થઈ રહી છે.
આ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ બોલેરો પીકઅપ વાહન અહીંથી પસાર થતા પોલીસે તેને અટકાવી આ બોલેરોમાં તપાસ કરતા અંદરથી રૂ.3.18 લાખની કિંમતનો 252 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે ઉપલેટાના કેરાળા ગામે રહેતા બોલેરો ચાલક સરમણ ઉર્ફે વિજય રમેશભાઈ હુણને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન દારૂનો આ જથ્થો બોલેરો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 6.23 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો જુનાગઢમાં રહેતા વિપુલ માંડાભાઈ રબારીએ મંગાવ્યો હોવાનું ખુલતા પોલીસે બંને સામે ગુનો નોંધી વિપુલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech