બોર્ડના વિદ્યાર્થીઓએ હેલ્પલાઇન નંબર પર કોલ કરી કહ્યું પરીક્ષાને કારણે ઊંઘ નથી આવતી અને પરીક્ષા લખવાની ટિપ્સ પણ માંગી

  • February 27, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષાને કારણે ચિંતા જોવા મળતી હોય છે અને સામાન્ય રીતે તેઓમાં પરીક્ષા પહેલા હાથ-પગ ઠંડા પડી જવા એવું જોવા મળતું હોય છે. આ વાતનો પુરાવો એ છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસએચએસઈબી) નો હેલ્પલાઇન નંબર પર આજથી શરૂ થનારી બોર્ડની પરીક્ષાઓ લખનારા વિદ્યાર્થીઓના ગભરાટ અનુભવે છે એવા અઢળક કોલ્સ આવી ચૂક્યા છે.


૨૭ જાન્યુઆરીએ હેલ્પલાઇન શરૂ થયાના એક મહિનાની અંદર જ જીએસએચએસઈબીના કાઉન્સેલરો અને નિષ્ણાતોએ ૧,૯૨૭ જેટલા કોલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં કેટલાક વિદ્યાર્થીઓની સારી રીતે તૈયારી થઇ ગઈ છે તો તેઓમાં આત્મવિશ્વાસનો અભાવ છે, તો કેટલાક પોતાની ઊંઘ બગાડી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા લખવા માટે ટિપ્સ મેળવવા માટે હેલ્પલાઇન નંબર ડાયલ કર્યો હતો, તો કેટલાકે પોઝિટીવ કઈ રીતે રહેવું તેના સૂચનો માંગ્યા હતા.


ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ આજથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં ભાગ લેશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે આજે ૨૭ થી ૧૭ માર્ચ અને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે આજે ૨૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી પરીક્ષાઓ યોજાવાની છે.


જીએસએચએસઈબી પરીક્ષા સચિવ દિનેશ પટેલે જણાવ્યું  કે પરીક્ષાઓ નજીક હોય ત્યારે વિદ્યાર્થીઓ તરફથી તેઓ ગભરાટ અનુભવે છે એવા ફોન આવે છે. ઉદાહરણ તરીકે, ધોરણ ૧૨ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ અગાઉથી તૈયારીઓ સારી રીતે કરી લીધી હોય છે પરંતુ તેઓ કંઈપણ યાદ રાખી શકતા નથી. તેઓને પરીક્ષા છોડી દેવાનું મન થાય છે. અમારા સલાહકારો તેમને કહે છે કે એક વર્ષ ગુમાવવાનો કોઈ ફાયદો નથી અને તેઓને સમજાવે છે કે પહેલેથી જ બેસ્ટ-ઓફ-ટુ વિકલ્પ આપવામાં આવે છે, જે તેમને બીજી વખત પરીક્ષા આપવાની તક આપે છે. અને જો બે પ્રયાસ પછી પરિણામ સારું ન આવે તો પણ તેઓ આગામી વર્ષે પરીક્ષા આપી શકે છે.


શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ ગઈકાલે વિદ્યાર્થીઓને આપેલા સંદેશમાં તેમને પરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ તહેવાર તરીકે ગણવા કહ્યું. તેમના સંદેશમાં તેમણે જણાવ્યું કે જો કોઈ વિદ્યાર્થી કોઈપણ પેપરમાં સારો દેખાવ ન કરે તો તેણે નિરાશ થવાની જરૂર નથી. ઓછા ગુણ જીવનનો અંત નથી - સખત મહેનત અને ધીરજથી, ભવિષ્યમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ઘણા વિદ્યાર્થીઓ સખત મહેનત કરીને ધોરણ ૧૦ અને ૧૨પછી સિવિલ સર્વિસીસ સહિત ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે. માતાપિતાએ પણ ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે.


રેકોર્ડ મુજબ, વિદ્યાર્થીઓએ હેલ્પલાઇન નંબર પર ફોન કરતી વખતે જે ચિંતાઓ અને પ્રશ્નો પૂછ્યા હતા તેમાં આ વાતો સામેલ છે: અભ્યાસ કરતી વખતે, મને સતત નકારાત્મક વિચારો આવે છે, પરીક્ષા આપવામાં મને ડર લાગી રહ્યો છે, શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે કેવી રીતે તૈયારી કરવી?, હું મોડી રાત સુધી સૂઈ શકતો નથી અને સવારે ઊંઘ આવે છું, જેના કારણે મારું ટાઇમટેબલ ફોલો નથી કરી શકતો, મને લાગે છે કે સારી તૈયારી હોવા છતાં હું પરીક્ષા દરમિયાન લખી નહીં શકુ, જેમ જેમ પરીક્ષા નજીક આવી રહી છે તેમ મને વધુ ડર લાગે છે.



ઉમેદવારોને સવારે હળવી કસરતો, ધ્યાન અને પ્રાણાયામ કરવા, સકારાત્મક સંદેશાઓવાળી વાર્તાઓ વાંચવા, તેમની મનપસંદ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા, લેખનનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવી છે. તેમને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તેઓ અગાઉથી સારી તૈયારી કરે, તો ડરવાની જરૂર નથી, અને પરીક્ષાઓને તેમના જીવનનું અંતિમ મુકામ ન માનવું જોઈએ. સારી તૈયારી કરવાનું કહેવામાં આવ્યું ઉપરાંત, તેમને પરિણામો સ્વીકારવા અને તેમનું મનોબળ વધારવાનું કહેવામાં આવ્યું.


ત્યારે વિદ્યાર્થીઓને તણાવ સામે લડવા માટે બોર્ડ પરીક્ષાઓને શાળાની પરીક્ષાઓ જેવી ગણવાનું પણ કહેવામાં આવ્યું હતું. આજથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ માટે, ૧૪.૩ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. આ વખતે પરીક્ષાઓ માટે ધોરણ ૧૦ માટે ૮૭ ઝોન અને ૯૮૯ કેન્દ્રો અને ધોરણ ૧૨ માટે ૫૯ ઝોન અને ૬૭૨ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.


ધોરણ ૧૦ ની પરીક્ષાઓ માટે ૮,૯૨,૮૮૨ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાંથી ૭,૬૨,૪૯૫ નિયમિત વિદ્યાર્થીઓ, ૧૫,૫૪૮ ખાનગી વિદ્યાર્થીઓ, ૮૨,૧૩૨ રીપીટર, ૪૨૯૩ ખાનગી રીપીટર અને ૨૮,૪૧૪ આઈસોલેટેડ વિદ્યાર્થીઓ છે. ઉપરાંત ૪,૨૮૫ દૃષ્ટિહીન ઉમેદવારો પરીક્ષા આપશે.


ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ માટે કુલ ૪,૨૩,૯૦૯ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. આ વિદ્યાર્થીઓમાં ૩,૬૪,૮૫૯ નિયમિત, ૨૪,૦૬૧ ખાનગી, ૨૨,૬૫૨ રીપીટર,  ૮,૩૦૬ ખાનગી રીપીટર અને ૪,૦૩૧ આઇસોલેટેડ ઉમેદવારો છે, ઉપરાંત ૧,૮૨૨ દૃષ્ટિહીન છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પરીક્ષાઓ માટે કુલ ૧,૧૧,૩૮૪ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે, જેમાં ૧,૦૦,૮૧૩ નિયમિત ઉમેદવારો, ૧૦,૪૭૬ રીપીટર, ૯૫ આઇસોલેટેડ વિદ્યાર્થીઓ, ૧૪૪ દૃષ્ટિહીન ઉમેદવારોનો સમાવેશ થાય છે.


રાજ્ય સરકારે પરીક્ષાઓ પારદર્શક રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે વર્ગ-૧ અને -૨ ના અધિકારીઓની નિમણૂક કરી છે અને રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ સાથે ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક દેખરેખ રાખવામાં આવશે. મુખ્ય કેન્દ્રથી પેપર્સના પરિવહન સહિતની તમામ વ્યવસ્થાઓ માટે કંટ્રોલ રૂમ પર સતત દેખરેખ રાખવામાં આવશે. ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થીને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો પોલીસ વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ હંમેશા મદદ કરવા તૈયાર રહેશે.


વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પર, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિદ્યાર્થીઓ માટે મફત બસ સેવાની વ્યવસ્થા કરી છે. જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application