શહેરમાં ડો.યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ નજીક નંબર પ્લેટ વગરનો બાઇક ચાલક એસ.ટી બસને ઓવરટેક કરવા જતા બાઇક સાથે એસ.ટી.બસ અડી જતા ચાલકે બસચાલક નીચે પડી ગયો હતો.બાદમાં તેણે એસ.ટી બસના ચાલકને જોઇને ચલાવતા નથી આવડતુ નથી કહી તેને માર માર્યા હતો.આ અંગે એસ.ટી બસ ચાલકની ફરિયાદ પરથી પોલીસે બાઇક ચાલક સામે એ ડિવિઝન પોલીસે ફરજમાં કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનવાની જાણવા મળતી વિગતો મુજબ, જામનગર જવાહરનગરમાં રહેતા અને રજકોટ–જામનગર ટની એસ.ટી બસ ચલાવતા મહેબૂબભાઇ આદમભાઇ મેડાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે જામનગર–રાજકોટ ટની બસ લઇને રાજકોટ આવ્યા હતા. રાજકોટથી પેસેન્જર ભરીને પરત જામનગર જવા બસપોર્ટથી નીકળ્યા હતા. પોણા સાતેક વાગ્યાના અરસામાં યાજ્ઞિક રોડ પર પહોંચતા ભારે ટ્રાફિક વચ્ચે એક નંબર પ્લેટ વગરના બાઇકચાલકે બસને ઓવરટેક કરી બસ આગળ આવી ગયો હતો. જેથી બસને તુરતં બ્રેક મારી દીધી હતી. તેમ છતાં બસ સામાન્ય રીતે બાઇકને અડી ગઇ હતી. બાઇક ચાલક પાછળ એક મહિલા પણ બેઠી હતી આ સામાન્ય અકસ્માત બાદ બાઇક ચાલક પડી જતા તે તુરતં ઉભો થઇ તેમની સાઇડના દરવાજા પાસે આવી બસ જોઇને ચલાવવાનું કહીને ગાળો ભાંડી હતી.જેથી ચાલકે હત્પં તો ધીમે જ ચલાવતો હતો તેમ કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો તેણે ચાલકને બસની ડ્રાઇવર સીટ પરથી હાથ ખેંચી નીચે પછાડો હતો. બાદમાં માર મારી નાસી ગયો હતો.બાદમાં કંડકટર જયપાલસિંહે વચ્ચે પડી તેને વધુ મારમાંથી બચાવ્યો હતો.દરમિયાન અહીં લોકો એકત્ર થતા આ બાઇક ચાલક નાસી ગયો હતો.ત્યારબાદ બાઇકચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેણે આ ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે ફરજમાં કાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech