તળાજાના હબુકવડગામના બાઈક સવારનું માર્ગ અકસ્માતમા મોત

  • May 31, 2025 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ટીમાણા ગામની સીધેશ્વર સ્કૂલ નજીક વળાંકમા બનાવ  બન્યો 


તળાજા પંથકમા કાળચક્ર ફરતું હોય તેમ ૨ કલાક મા અલગ અલગ બે અકસ્માત બન્યા હતા જેમાં બે યુવાનોના મૃત્યુ થયા હતા. 
હબુકવડ ગામના પટેલ યુવાન બાઈક લઈને ટીમાણા ગામના વળાંક માંથી પસાર થતા હતા એજ સમયે સામેથી આવતા બોલેરો સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં  યુવાનનું મોત નીપજ્યું હતું. 
તળાજા પંથકમાં વાહન અકસ્માત ને લઈ કંધોતર મોત ને ભેટી રહ્યા છે.હબુકવડ ગામના ખેડૂત પરિવાર ના કાકડીયા હરેશ વેલજીભાઈ (ઉ.વ.૩૫) બાઈક નં.જીજે૦૪-ડીજી-૯૨૭૧ ઉપર સવાર થઈને ટીમાણા નજીક સીધેશ્વર સ્કૂલ પાસેના વળાંક માંથી પસાર થઈ રહ્યા હતા.એજ સમયે સામેથી આવતા બોલેરો નં.જીજે ૩૨-ટી ૧૪૭૪ સાથે અકસ્માત થતા હરેશ કાકડીયા ને ગંભીર ઈજાઓ થતા દિહોર ૧૦૮ દ્વારા તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા.બોલેરો ચાલક હબુકવડ ગામના દિલુભાઈ કેશુભાઈ મોભ ની માલિકી નો હોવાનું અને દિલુભાઈ ને અગાઉ પણ એક અકસ્માત થયેલ હોવાનું અહીંથી જાણવા મળ્યું હતું. મૃતક નો દીકરો સુરત જ્યારે દીકરી અમરેલી ખાતે અભ્યાસ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application