કેન્સરની બીમારી સબબ ગુંદાના યુવાનનું મૃત્યુ
દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીક બાઈકની ટ્રક સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે ભાણવડના ગુંદા ગામે 46 વર્ષિય યુવાનનું કેન્સરની બીમારી સબબ મૃત્યુ નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે હાલ રહેતા અદુભાઈ ભગલાભાઈ વસુનીયા નામના 32 વર્ષના આદિવાસી શ્રમિક યુવાન શુક્રવારે રાત્રિના સમયે તેમના જી.જે. 10 બી.ઓ. 7349 નંબરના હીરો મોટરસાયકલ લઈને દ્વારકાથી પોરબંદર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર ભોગાત ગામ તરફ જતા ગેટકો સબ સ્ટેશન નજીક પહોંચતા અહીં જી.જે. 37 ટી. 9959 નંબરના એક ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર કે આ ટ્રક અન્ય વાહન ચાલકોને દેખાય તેવા સંકેતો રાખ્યા વગર પાર્ક કરતા બાઈક ચાલક અદુભાઈ વસુનીયાનું મોટરસાયકલ ધડાકાભેર આ ટ્રક સાથે અથડાયું હતું.
આ અકસ્માતના કારણે તેમને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ બદુભાઈ ઉર્ફે બહાદુર ભગલાભાઈ આદિવાસી (રહે. મૂળ જાંબવા, મધ્ય પ્રદેશ) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.બી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડ તાબેના ગુંદા ગામે રહેતા જયેશભાઈ ગોરધનભાઈ પાડલીયા નામના 46 વર્ષના યુવાનને છેલ્લા બે વર્ષથી મોઢાના કેન્સરની બીમારી હોય, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પત્ની રશ્મિતાબેન પાડલીયાએ ભાણવડ પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech