દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓ અથવા માઓવાદીઓને ખતમ કરવામાં સુરક્ષા દળોને આજે ગુરુવારે મોટી સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર, તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 6 માઓવાદીઓ માર્યા ગયા અને બે સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ જવાનમાંથી એકની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે.
ગુરુવારે સવારે એન્કાઉન્ટર
તેલંગાણા રાજ્યના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અધિક્ષક રોહિત રાજે માહિતી આપી હતી કે, 5 સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. થોડા સમય પછી માહિતી સામે આવી કે આ એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમજ બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે.
આ ઘટના જિલ્લાના જંગલ વિસ્તારમાં બની હતી
પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે કે ગોળીબારમાં માઓવાદી સંગઠનના છ કેડર માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના જિલ્લાના જંગલ વિસ્તારમાં બની હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
અગાઉ છત્તીસગઢમાં 9 નક્સલવાદીઓ કરાયા ઠાર
મંગળવારે છત્તીસગઢના દંતેવાડામાં પણ સુરક્ષાદળોને સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ, અહીં એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આઈજી બસ્તર પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસ અને ડીઆરજીએ દંતેવાડા વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું. આ પહેલા ગત અઠવાડિયે પણ નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ ત્રણ મહિલા નક્સલવાદીઓને માર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech