ભાવનગર સાયકલ ક્લબ આયોજિત ૧૫ કિલોમીટરની સાયકલ યોજાઈ

  • June 03, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર સાયકલ ક્લબ દ્વારા  રવિવારના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના "ફાઇટ ફોર ઓબેસિટી" અને "સનડેસ ઓન સાઇકલ" રાઇડ અંતર્ગત શહેરમાં એક વિશિષ્ટ અને પ્રેરણાદાયક કાર્યક્રમ રૂપે ૧૫ કિલોમીટર સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું,
તા. ૩ જૂને વિશ્વ સાયકલ દિવસ આવતો હોય જેની ઉજવણીના ભાગ રૂપે તા. ૧ જૂન ના રવિવારના રોજ રજાના દિવસે શહેરમાં સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં વિવિધ વયજૂથના નાગરિકોને ઉત્સાહપૂર્વક કુલ ૧૫૦ સાયક્લિસ્ટોએ ભાગ લીધો હતો,
વધુમાં ભાવનગર સાયકલ કલબના સંસ્થાપક અને ફીટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર કલ્પેશસિંહ ઝાલા સાથે વાત કરતા જણાવ્યું  હતું કે, આ રાઈડ સવારે ૬:૩૦ વાગ્યે વેલેન્ટાઇન સર્કલથી, પાણીની ટાંકી, વિરાણી સર્કલ, લીલા સર્કલ, ટોપ થ્રી સર્કલ, અધેવાડા થઈને ઝાંઝરીયા હનુમાનજી મંદિર અને ત્યાંથી પરત એજ રુટ થઈને વેલેન્ટાઇન સર્કલે પૂર્ણ થઈ હતી..
આ સાયકલ રાઇડમાં ભાવનગરના કલેકટરે   આમ જનતા સાથે ૧૫ કિલોમીટર સાયકલ ચલાવી હતી, અને ભાવેણાવાસીઓનો પ્રેરણાપૂરી પાડી અને ઉત્સાહમાં વધારો કર્યો હતો.
આ સાયકલ રાઈડનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ તથા ટેક્નોલોજી અને વાહન વ્યવહાર પર થતા અવલંબનને ઓછું કરીને સાયકલનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તે માટે પ્રેરણા આપવા માટેનો છે.
સાયકલ એ માત્ર યાત્રાનું સાધન નહિ, પરંતુ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તરફનો એક સશક્ત પગથિયૂ છે, સાયકલ ચલાવવી એ ફિટનેસ અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે. 
આવી રાઈડો નવા પેઢીને શારીરિક સશક્તતા અને કુદરત પ્રત્યે પ્રેમ વધારવા માટે ઉત્તમ મંચ મળે છે.
આ રાઈડમાં ભાગ લેનાર દરેક સાયકલિસ્ટોને મેડલ, ઇ - પ્રમાણપત્ર અને મંદિર ખાતે લીંબુપાણી આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application