ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ (સૌરાષ્ટ્ર કચ્છ )દ્વારા તારીખ ૩૧-૫૨૦૨૫ને શનિવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માં પહેલીવાર જોબ એન્ડ બિઝનેસ સમિટનું આયોજન દયારામ બાપા પ્રાથમિક શાળા ઘોઘા સર્કલ ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમનુ દીપ પ્રાગટ્ય જાણીતા આધ્યાત્મિક ગુરુ શૈલેષદાદા પંડિત અને ભાવનગરના અગ્રણી બિલ્ડર ધર્મેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ. આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ સમાજના લોકો એકબીજાના વ્યવસાયથી પરિચિત થાય અને એકબીજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરે તે હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ બનાવવા સૌરાષ્ટ્ર કચ્છના મહામંત્રી જયરાજભાઇ ભટ્ટ અને મહિલા પાખ ( સૌરાષ્ટ્ર કચ્છ)ના પ્રમુખ ચેતનાબેન ભટ્ટ જહેમત ઉઠાવવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) ની સમગ્ર ભાઈઓની કારોબારી અને બહેનોની મહિલા પાખની કારોબારી દ્વારા જહેમત ઉઠાવેલ સમગ્ર કાર્યક્રમનો સંચાલન હેતલબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે દયારામ બાપા સ્કૂલના સંચાલક કુશલભાઈ દીક્ષિતનો આભાર માનવામાં આવેલ તેમ એક યાદીમાં ભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ (સૌરાષ્ટ્ર કચ્છ)ના પ્રમુખ તેજસ જોશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝૂમ મીટિંગમાં અપમાનિત થયેલા યુવકે ઓફીસના ટોક્સિક કલ્ચરનો પર્દાફાશ કર્યો
June 05, 2025 10:49 AMવડીયા : પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:37 AMધારી : પોલીસ સ્ટેશન ખાતે મળી શાંતિ સમિતિની બેઠક
June 05, 2025 10:34 AMઆપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનના પ્રણેતાએ કરી વૃક્ષારોપણની અપીલ
June 05, 2025 10:32 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech