૨૪ વર્ષ પહેલા ગુજરાતભરમાં ચકચાર જગાવનાર રાજકોટના ભાસ્કર – પરેશ અપહરણના સેશન્સ કોર્ટમાં ચાલતા કેસમાં સરકાર તરફે સાક્ષીઓને તપાસવાનું કાર્ય પુર્ણ થયા બાદ કલોઝિંગ આપી આજે આરોપીઓના ફરધર સ્ટેટમેન્ટ (એફ.એસ.) લેવાતા ૨૫ વર્ષ જુનો કેસ હવે પુર્ણતાના આરે આવી રહ્યો છે. દલીલ માટે આગામી તારીખ ૨૪ ડિસેમ્બર કરવામાં આવી છે.
આ કેસની હકીકતો જોઈએ તો રાજકોટના રહીશ પરેશ લીલાધર શાહ તથા ભાસ્કર પ્રભુદાસ પારેખનું સને – ૨૦૦૦ના અરસામા ખંડણી વસુલવા અપહરણ કરવામાં આવેલ જે સંબંધે તા.૨૭૧૧૨૦૦૦ના રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પરેશ લીલાધરભાઈ શાહ દ્રારા આપવામા આવેલ, ફરીયાદ અન્વયે તપાસ દરમીયાન છેક વિદેશો સુધી અપહરણકારોના મુળ નીકળતા તે સબંધેના પોલીસ કમીશ્નર સુધીર સિન્હાના કુનેહભર્યા પ્લાનીંગથી ભાસ્કર તથા પરેશને અપહરણકારોની ચુંગાલમાંથી આબાદ રીતે મુકત કરાવવામાં આવેલ, તેમાં આરોપીના એન્કાઉન્ટર તેમજ ધરપકડ કરવામાં આવેલ અને જેમ જેમ આરોપીઓ પકડાતા ગયેલ તેમ તેમ તેઓ વિધ્ધ અદાલતોમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલ અને તબકકે તબકકે તે કેસો સેસન્સ અદાલતમાં કમિટ કરવામાં આવેલ.
ઉપરોકત તમામ સપ્લીમેન્ટરી ચાર્જશીટ એક સાથે સામેલ કરી રાજકોટના એડી. સેશન્સ જજ ડી.એસ. સીંઘની કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરવામાં આવતા કેસ ઘણો જુનો હોય આરોપીઓ તરફેથી કેસ ઝડપી ચલાવવા રજુઆતો કરવામાં આવેલ કારણ કે આરોપીઓ જુદા જુદા જિલ્લા અને રાજયોમાંથી આવતા હોય કેસ ચાર્જ ફ્રેમ કરી ચલાવવા પર લેવામાં આવેલ ,જેમા ચાર્જશીટમાં રહેલ ૩૩૩ સાહેદોમાંથી સરકાર તરફેથી મહત્વના કુલ–૫૬ સાહેદોને તપાસી વધુ સાહેદો તપાસવા માગતા ન હોય કલોઝીંગ પુરશીશ આપી સાહેદો તપાસવાનું પુર્ણ થયાનું જાહેર કરતા આજે આરોપીઓના ફરધર સ્ટેટમેન્ટ (એફ.એસ.) માટે મુદત મુકરર કરવામા આવેલ, જેમા કુલ – ૪૭ આરોપીઓ હોય જે પૈકી ૩ ભાગેડું આરોપીઓ હોય અને કુલ ૧૧ આરોપીઓ ગુજરી ગયેલ હોય બાકીના આરોપીઓ વિધ્ધ કેસ ચલાવવામાં આવેલ હોય જેઓનું એફ.એસ. નોંધવામાં આવતા, હવે પછી દલીલ માટે ૨૪ ડિસેમ્બર મુકરર કરવામાં આવી છે.
આ કેસમા આરોપીઓ તરફે સિનિયર એડવોકેટસ લલીતસિંહ શાહી, પી.એમ.શાહ, સુરેશ ફળદુ, કે.એન.શાહ, રોહીત ઘીયા, પી.એમ. જાડેજા, આર.બી.ગોગીયા, કીરીટ નકુમ, બી.જે.બોરીચા વિગેરે રોકાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech