ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે તેમના સ્વાગતને લઈને ભારતીય જનતા પાર્ટી દ્રારા તડામાર તૈયારીઓ શ કરવામાં આવી છે. જેમાં એક ભવ્ય રોડ શો તેમજ જંગી જાહેર સભા નું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
લોકસભાની ચૂંટણી બાદ ત્રીજીવાર વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે. આગામી ૧૬ અને ૧૭ સપ્ટેમ્બર આસપાસ તેમની ગુજરાત મુલાકાત ગોઠવાઈ રહી છે. ગુજરાત ભાજપે મોદીના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કયુ છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર તેમની વિશાળ સભા યોજાશે. અમદાવાદ એરપોર્ટ પર તેઓ ઉતરે તે પછી જીએમડીસી ગ્રાઉન્ડ સુધી એક ગ્રાન્ડ રોડ શોનું પણ આયોજન ક૨વા બાબતે વિચારણા થઈ રહી હોવાનુ સુત્રો જણાવે છે. આ સિવાય મોદી ગાંધીનગરમાં ૧૭ સપ્ટેમ્બરે ગ્રીન એનર્જી વિષયક કાર્યકર્મમાં હાજરી આપશે.
મોદીની આ મુલાકાત બે દિવસીય હોવાથી તેઓ ગુજરાતના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે.
તેઓ વડનગરમાં પણ હાજરી આપે તેવી સંભાવના છે. મહેસાણા જિલ્લ ા કલેકટર એમ. નાગરાજનની આગેવાનીમાં વહીવટી તત્રં દ્રારા ૧૦૭૪ બોટલ રકત એકત્ર કરી મોદીના જન્મ દિવસની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરાયું છે. ,
પોલીસ સ્વૈચ્છિક સંગઠનો, આરોગ્ય સહિત સરકારી વહીવટી તત્રં અને ભાજપ સંગઠનના સંકલનમાં વડનગર જીએમઇઆરએસ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું છે. આ ઉપરાંત કેટલાક સરકારી પ્રકલ્પો મોદી ખુલ્લ ા મૂકી શકે છે.
તે પૈકી અમદાવાદ–ગાંધીનગર મેટ્રો રેલના બીજા તબક્કાના મોટેરાથી ગાંધીનગર સુધીના ટ પર મેટ્રો રેલ સેવા શ કરાવવા નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારભં કરવામાં આવશે. રાય સરકારે હજુ આ મુલાકાતને લઈને સત્તાવાર જાહેરાત કરી નથી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech