દલિત અને આદિવાસી સંગઠનોએ દ્રારા અપાયેલા ભારત બંધના એલાનને બિહાર, રાજસ્થાન અને ઝારખંડમાં સારો પ્રતિસાદ મળ્યો છે અને ત્યાં બંધની અસર દેખાઈ રહી છે જયારે દેશના અન્માંય રાયોમાં આંશિક અસર છે. ભારત બંધનું આહ્વાન કયુ છે, જેથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને મજબૂત પ્રતિનિધિત્વ અને રક્ષણ મળે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઈઝેશન (એનએસીડીઓઆર)એ માંગણીઓની યાદી બહાર પાડી છે જેમાં અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગેા (ઓબીસી) માટે ન્યાય અને સમાનતાનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામત ક્રીમી લેયર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ આજે ભારત બંધનું આહ્વાન કયુ છે. બસપા સહિત ઘણી પાર્ટીઓ આ બંધને સમર્થન આપી રહી છે.
દલિત સંગઠનોએ સામાન્ય જનતાને એક એડવાઈઝરી જારી કરીને અપીલ કરી છે કે મેડિકલ સેવાઓ, પોલીસ અને ફાયર સર્વિસ સિવાય બધુ જ સવારે ૬ થી સાંજના ૮ વાગ્યા સુધી બધં રાખવું જોઈએ. જો કે સરકારી કચેરીઓ, બેંકો, પેટ્રોલ પંપ, શાળાઓ અને કોલેજો રાબેતા મુજબ ચાલુ રહેશે. હજુ સુધી તેમને બધં રાખવા અંગે કોઈ આદેશ બહાર આવ્યો નથી. બંધના એલાન છતાં જાહેર પરિવહન અને રેલ સેવાઓ ચાલુ રહેશે.એસસી–એસટી કવોટા અંગે ભારત બંધના એલાન અંગે હજુ સુધી કોઈપણ રાય સરકારે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી. પશ્ચિમ યુપી અને રાજસ્થાન જેવા રાયોમાં તેની અસર ચોક્કસપણે જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં પોલીસ પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જો કે, સામાન્ય લોકોને પણ તેમના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. ભારત બંધનું આહ્વાન કરનાર સંગઠનોએ કહ્યું છે કે દેશમાં કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં ચાલે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેટલીક જગ્યાએ જાહેર પરિવહન સેવાઓને અસર થઈ શકે છે. આ સિવાય કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બધં થઈ શકે છે.એસસી–એસટી સંગઠનોએ તાજેતરમાં સુપ્રીમ કોર્ટની સાત જજોની બેંચ દ્રારા આપવામાં આવેલા ચુકાદાની વિદ્ધ વલણ અપનાવ્યું છે, જે તેમના મતે, સીમાચિ઼પ ઈન્દિરા સાહની કેસમાં નવ જજની બેન્ચ દ્રારા લેવામાં આવેલા ચુકાદાને નબળો પાડે છે, જે આરક્ષણ માળખું સ્થાપિત કરવામાં આવ્યું હતું. એનએસીડીઓઆરએ સરકારને વિનંતી કરી છે કે તે આ નિર્ણયને બાજુ પર રાખે કારણ કે તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારો માટે જોખમી છે. સંગઠન એસસી, એસટી અને ઓબીસી માટે આરક્ષણ પર સંસદ દ્રારા નવો કાયદો પસાર કરવાની પણ માંગ કરી રહ્યું છે જેને બંધારણની નવમી અનુસૂચિમાં સમાવિષ્ટ્ર કરીને સુરક્ષિત કરવું જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech