વન – પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
***
નૂતન વર્ષે નવા સંકલ્પ સાથે પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિમાન કરવાનું આહવાન કરતાં મંત્રીશ્રી મુળુભાઇ બેરા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં આજરોજ ભાણવડ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી.
મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ તાલુકા પંચાયતના સર્વે સદસ્યશ્રીઓ, અધિકારીશ્રીઓને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. વિક્રમ સવંત ૨૦૮૧ના વર્ષમાં ભાણવડ તાલુકાના સર્વાંગી વિકાસ માટે જરૂરી શિક્ષણ, આરોગ્ય અને અન્ય સેવાઓને વધુ સર્દૃઢ બનાવવા માટે સર્વે પદાધિકારીઓ અને કર્મયોગીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે સર્વે કર્મયોગીઓને જનહિતલક્ષી કાર્યોને અગ્રતા આપી બને તેટલી ઝડપી અને સૂચારૂ રીતે પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.
સામાન્ય સભામાં રાજય સરકારની વિવિધ ફેલગશીપ યોજનાઓના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. ૧૫માં નાણાપંચના ફેરફાર કરવા પાત્ર કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત સભ્યશ્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂઆત મંત્રીશ્રી સમક્ષ કરવામા આવી હતી. મંત્રીશ્રીએ આ તમામ રજૂઆતને અગ્રતા આપવામાં આવશે, તેવું પણ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓને જણાવ્યું હતું.
સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડાયબેન છૈયા, ઉપપ્રમુખ શ્રીમતી મરિયમબેન હિંગોરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી એન.એલ.બેડીયાવદરા, તાલુકા પંચાયતના સર્વે સભ્યોશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech