રશ્મિકા મંદાના કમાણીના મામલે સલમાનથી આગળ
સલમાન ખાન છેલ્લા 7 વર્ષથી એક બ્લોકબસ્ટર માટે તલપાપડ થઈ રહ્યો છે, ત્યારે રશ્મિકા મંદાનાએ 3 વર્ષમાં 2 બ્લોકબસ્ટર આપી દીધી. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે એની અસર સલમાન ખાનની સિકંદર પર પણ પડશે.
આ વર્ષે ઈદ પર બોલિવૂડના દબંગ ખાનની કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ અને આ વર્ષે કોઈ ફિલ્મ રિલીઝ થવાની નથી. 2009માં વોન્ટેડ કર્યા બાદથી સલમાન ખાન લગભગ દર વર્ષે ઈદ પર પોતાની ફિલ્મો રિલીઝ કરતા હોય છે. છેલ્લા દોઢ દાયકામાં દરેક ઈદ પર રિલીઝ થયેલી તેમની ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ત્યારે વર્ષ 2025માં આવનારી સલમાન ખાનની આગામી ફિલ્મ 'સિકંદર'ની રિલીઝ ડેટ પણ ઈદ પર રાખવામાં આવી છે. સલમાન ખાન સિવાય પણ આ ફિલ્મની એવી કેટલીક બાબતો છે કે જેને કારણે આ ફિલ્મ વર્ષ 2025ની સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ શકે છે.
આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસ કરી રહ્યા છે, જેમણે 'હોલિડે' અને 'ગજની' જેવી શાનદાર એન્ટરટેઈનર બનાવી છે. પરંતુ ફિલ્મની એક વધુ ખાસ વાત છે, જેનાથી ફિલ્મના હિટ થવાની શક્યતા વધી જાય છે. વાત એમ છે કે ફિલ્મમાં રશ્મિકા મંદાનાની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે અને વર્ષ 2023ના બોક્સ ઓફિસ રેકોર્ડ પર નજર કરીએ તો રશ્મિકાએ સલમાનને પાછળ છોડી દીધો છે. ત્યારે ચાલો જાણીએ કે બંને સ્ટાર્સ વચ્ચે કલેક્શનની દ્રષ્ટિએ કોણ જીતી રહ્યું છે અને 'સિકંદર'ને તેનો કેટલો ફાયદો થઈ શકે છે.
સલમાન પર ભારે પડી શકે છે રશ્મિકા
વર્ષ 2023માં ઘણી મોટી હિટ ફિલ્મો આવી, જેમાં શાહરૂખ ખાનની જવાન, પઠાણ, ડંકી જેવી ફિલ્મો આવી, જેનું કુલ કલેક્શન 2500 કરોડ કરતા વધુ હતું. તો સની દેઓલની ગદર 2 પણ બોક્સઓફિસ પર હિટ રહી. આ સિવાય એક વધુ મોટી ફિલ્મ આવી જેનું નામ હતું એનિમલ. આ ફિલ્મ રણબીર કપૂરની સૌથી મોટી હિટ હતી, તો બોબી દેઓલની પણ વાહવાહી થઈ. આ ફિલ્મથી તૃપ્તિ ડિમરી રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ. વાત કરીએ રશ્મિકાની તો વર્ષ 2023માં તેની પાસે 2021ની 'પુષ્પા - ધ રાઇઝ' અને 2023ની 'એનિમલ' સાથે બે બ્લોકબસ્ટર ફિલ્મો હતી. માહિતી અનુસાર, રશ્મિકાની 'પુષ્પા - ધ રાઇઝ' એ વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. જ્યારે 'એનિમલ' એ વિશ્વભરમાં 915 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
છેલ્લા ઘણા વર્ષોમાં સલમાને નથી આપી બ્લોકબસ્ટર ફિલ્મ
વર્ષ 2021 થી 2023 દરમિયાન રશ્મિકાએ બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી, તો આ સમયગાળા દરમિયાન સલમાન ખાનની રાધે, લાસ્ટ, કિસી કા ભાઈ કિસી કી જાન અને ટાઈગર 3 રિલીઝ થઈ હતી. ટાઈગર 3 સિવાય આમાંથી કોઈ પણ ફિલ્મ સારું કલેક્શન કરી શકી નથી. ટાઇગર 3 પણ અપેક્ષા મુજબનું કલેક્શન કરવામાં નિષ્ફળ રહી. ફિલ્મના બ્લોકબસ્ટર થવાની આશા હતી, કારણ કે એક તો તે ટાઇગર સિરીઝની ફિલ્મ હતી અને બીજું તેમાં સલમાન ખાન હતો. એ પ્રમાણે આ ફિલ્મ પાસેથી જવાન, પઠાણ જેવી સુપરહિટ થવાની અપેક્ષા હતી, પણ ફિલ્મે વિશ્વભરમાં માત્ર 464 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ માત્ર હિટ કેટેગરીમાં જ સામેલ થઈ શકી. જયારે આ જ ફિલ્મના 2017માં આવેલા ભાગ 'ટાઈગર ઝિંદા હૈ'એ 7 વર્ષ પહેલા 558 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને તે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. મતલબ કે, સલમાન સ્પર્ધામાં પોતાનાથી જ પાછળ પડતો જોવા મળ્યો. રશ્મિકાએ બે મોટી બ્લોકબસ્ટર આપી છે, ત્યારે સલમાન ખાને છેલ્લા 7-8 વર્ષમાં એક પણ બ્લોકબસ્ટર ફિલ્મ આપી નથી. તેની ફિલ્મો એવરેજ રહી છે અથવા તો ફ્લોપ. આ મામલામાં પણ રશ્મિકા સલમાન પર ભારે પડતી દેખાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશર્મિલા ટાગોર પુત્રી સાથે કાન્સમાં પહોંચી, સાદગીથી ફેન્સના દિલ જીત્યા
May 20, 2025 12:48 PMજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech