જન્મ પછી માતા અને બાળકને જોડતી ગભર્શિયની નાળ બે થી ત્રણ મિનિટ વચ્ચે કાપવી જોઈએ. તેનાથી બાળકને એનિમિયા અને આયર્નની ઉણપ સહિત અનેક સમસ્યાઓથી બચાવી શકાય છે. એમ્સ ભોપાલના સંશોધનમાં આ વાત સામે આવી છે. નિષ્ણાતોના મતે બાળકના જન્મ પછી ડોક્ટર સૌથી પહેલા ગભર્શિયની નાળ કાપવાનું કામ કરે છે. આ પ્રક્રિયા 30 સેક્ધડમાં થાય છે. બાળકને માતાના શરીરમાંથી વધારાનું પોષણ મળતું નથી. નાળને કાપવાની પ્રક્રિયાને વિલંબિત કોર્ડ ક્લિપિંગ કહેવામાં આવે છે. અત્યાર સુધી ડોકટરોમાં પ્રશ્ન હતો કે કોર્ડ ક્લિપિંગ માટે શ્રેષ્ઠ સમય કયો હોઈ શકે?
આ માટે એઈમ્સ ભોપાલમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન ડો.શિખા મલિક, ડો.માધુરી કપુ, ડો.મહેન્દ્ર કુમાર જૈન, ડો.ભુપેશ્વરી પટેલ અને નંદકિશોર કાબરાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં બાળકોને ચાર જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. એ જૂથ દ્વારા કોર્ડ ક્લેપિંગ એક મિનિટ કરતાં ઓછા સમયમાં કરવામાં આવી હતી. જેમાં 52 બાળકોનો સમાવેશ થાય છે. ગ્રુપ બી દ્વારા કોર્ડ ક્લેપિંગ 1 થી 2 મિનિટમાં કરવામાં આવ્યું હતું, જેમાં 137 બાળકોનો સમાવેશ થાય છે. સી ગ્રુપ દ્વારા કોર્ડ ક્લેપિંગ બે થી ત્રણ મિનિટમાં કરવામાં આવ્યું હતું, જેમાં 155 બાળકોનો સમાવેશ થાય છે. જયારે ડી ગ્રુપ દ્વારા 3 મિનિટ પછી કોર્ડ ક્લેપિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 64 બાળકોનો સમાવેશ થાય છે. આ સંશોધન 17 મહિનામાં પૂર્ણ થયું હતું. જેમાં 408 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પરિણામોમાં જન્મના 48 કલાક પછી બાળકોમાં હિમોગ્લોબિન, હિમેટોક્રિટ અને બિલીરૂબિનનું સ્તરની તપાસ કરતાં ખુલાસો થયો. જેમાં સી ગૃપ્ના બાળકોનું પરિણામ શ્રેષ્ઠ આવ્યું હતું. ડો.ભુપેશ્વરી પટેલે જણાવ્યું હતું કે, જે બાળકોની નાળ જન્મ્યા પછી બે થી ત્રણ મિનિટે કપાઈ હતી તેના શ્રેષ્ઠ પરિણામો આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech