રાજકોટ પીસીબીની ટીમે રાજકોટ–અમદાવાદ હાઇવે ઉપરથી નેનો કારમાં લઇ અવાતા દાના જથ્થા સાથે રાજસ્થાનના બે શખસોને ઝડપી પાડી ૪૬૧ બોટલ ઈંગ્લીશ દા, કાર અને મોબાઈલ મળી કુલ .૯૬,૬૦૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
શહેરમાં દા સહિતની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અને આવી પ્રવુતિ કરતા શખસો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા એ સૂચના આપી હોઈ જે સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલિયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.હેડ.કોન્સ. કરણભાઈ મા, કુલદીપસિંહ જાડેજા અને યુવરાજસિંહ રાણાને સંયુકત બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી જીજે ૦૧ આરએ ૭૦૩૧ નંબરની નેનોકારમાં ઈંગ્લીસ દાની હેરાફરી કરવામાં આવી રહી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે પીસીબીની ટીમે વોચ ગોઠવતા નેનો કાર રાજકોટ નજીક શકિત ટી સ્ટોલ પાસે પહોંચતા તેને રોકી ચાલક સહીત બંને શખસોના નામ પૂછતાં પોતાના નામ રતનલાલ હરિકિશન લુહાર અને કાલિકા પ્રસાદ સત્યનારાયણ કુમાવત (બંને રહે–સરેરી, રાજસ્થાન)ના હોવાનું જણાવતા પોલીસે નેનો કારના પાછળનો ભાગ ખોલી જોતા તેમાં ચોરખાનું બનાવેલું હોઈ તેમાંથી ઈંગ્લીસ દાની ૪૬૧ નગં બોટલ કી..૪૬,૧૦૦ની મળી આવતા દા, નેનો કાર અને બે મોબાઈલ મળી કુલ , ૯૬.૬૦૦નો મુદામાલ કબ્જે કરી બંને શખસની કાયદેસરની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.
પકડાયેલા બંને શખ્સોની વિશેષ પૂછપરછમાં આ દાનો જથ્થો રાજસ્થાનની ભરીને આપ્યો હતો અને રાજકોટ પહોંચી દાનો જથ્થો ભરી આપનારને ફોન કરવાનો હતો તેના કહ્યા બાદ કોને અને કયાં સપ્લાય કરવાનો છે એકહેવામાં આવશે તેમ પોલીસને જણાવતા પોલીસે દાનો જથ્થો મોકલનાર અને મગાવનારની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech