સિંહ અને સિંહણના નામ રાખવામાં વિવેકભાન જાળવો

  • February 23, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિંહણ અને સિંહણના નામના વિવાદ પર કોલકત્તા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે સિંહણ સીતા અને સિંહ અકબર બંનેના નામ બદલવા જોઈએ. બેન્ચે સૂચવ્યું કે પશ્ચિમ બંગાળ ઝૂ ઓથોરિટી આ બે પ્રાણીઓના નામ બદલીને ન્યાયપૂર્ણ નિર્ણય લે.

કોલકાતા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચે અવલોકન કયુ કે વિવાદ ટાળવા માટે સિંહણ અને સિંહણનું નામ 'સીતા' અને 'અકબર' ન રાખવું જોઈએ. બેન્ચે પશ્ચિમ બંગાળ ઝૂ ઓથોરિટીને નવું નામ આપીને સમજદારીપૂર્વક નિર્ણય લેવાનું પણ સૂચન કયુ હતું.વિશ્વ હિંદુ પરિષદના ઉત્તર બંગાળ એકમ અને અન્ય બે વ્યકિતઓ દ્રારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા જસ્ટિસ સૌગતા ભટ્ટાચાર્યએ પૂછયું હતું કે શું કોઈ પ્રાણીનું નામ દેવી–દેવતાઓ, પૌરાણિક નાયકો, સ્વાતંય સેનાનીઓ કે નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામ પર રાખી શકાય. ન્યાયાધીશે મૌખિક રીતે કહ્યું કે વિવાદ ટાળવા માટે પ્રાણીઓના આ પ્રકારનું નામ ન રાખવું જોઈએ. વીએચપીએ અરજી દાખલ કરીને દાવો કર્યેા હતો કે ત્રિપુરાથી સિલિગુડીના બંગાળ સફારી પાર્કમાં લાવવામાં આવેલી સિંહણનું નામ 'સીતા' છે.અકબર નામના સિંહ અને સિંહણ સીતાને ૧૨ ફેબ્રુઆરીએ ત્રિપુરાના સિપાહીજાલા ઝૂલોજિકલ પાર્કમાંથી સિલિગુડીના બંગાળ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ એ સર્કિટ બેન્ચ સમક્ષ અરજી દાખલ કરીને વિનંતી કરી હતી કે આ પ્રાણીઓના નામ બદલવામાં આવે કારણ કે તેનાથી નાગરિકોના એક વર્ગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યએ પૂછયું કે શું કોઈ પ્રાણીનું નામ દેવતાઓ, પૌરાણિક નાયકો, સ્વાતંય સેનાનીઓ કે નોબેલ પુરસ્કાર વિજેતાઓના નામ પર રાખી શકાય? ન્યાયાધીશે મૌખિક રીતે કહ્યું કે વિવાદ ટાળવા માટે પ્રાણીઓના આવા નામકરણને ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ પહેલાથી જ શાળા શિક્ષકોની ભરતીમાં કથિત કૌભાંડો અને અન્ય ઘણા મુદ્દાઓને લઈને વિવાદોથી ઘેરાયેલું છે. તેથી, સમજદારીપૂર્વક નિર્ણયો લો, આ વિવાદને ટાળો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application