જો તમે જૂની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જુઓ! 1 એપ્રિલ, 2025થી જૂના વાહનોના સંચાલનને લઈને નવા નિયમો અમલમાં આવવાના છે. આ નિયમો હેઠળ, જો તમારા વાહનની ઉંમર 15 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોય અને તેનું રજીસ્ટ્રેશન લંબાવવામાં ન આવ્યું હોય, તો તેને ઘરે રાખવું ગેરકાયદેસર ગણાશે.
નવા નિયમો અનુસાર વાહનની ઉંમર પૂરી થયાના 180 દિવસની અંદર તેને રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ અથવા કલેક્શન સેન્ટરોમાં જમા કરાવવું ફરજિયાત છે. જો આમ ન કરવામાં આવે તો વાહન માલિક સામે દંડ લાદવામાં આવી શકે છે, વાહનનું રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે અને અન્ય કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
આ ઉપરાંત, વાહન ઉત્પાદકોએ પણ દર વર્ષે ચોક્કસ સંખ્યામાં વાહનોના સ્ક્રેપિંગનું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે, ત્યારબાદ જ તેમને નવા વાહનોનું ઉત્પાદન કરવાની મંજૂરી મળશે. કૃષિ કાર્યમાં રોકાયેલા વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ નવા નિયમો વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે.
વાહન ઉત્પાદકો માટે સ્ક્રેપિંગનું પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે, તેમણે આ જાતે કરવું પડશે નહીં, પરંતુ દેશના અધિકૃત સ્ક્રેપિંગ કેન્દ્રો પાસેથી પ્રમાણપત્ર ખરીદીને સબમિટ કરવાનું રહેશે. આ પછી જ તેમને નવા વાહનોનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવામાં આવશે. નવા સ્ક્રેપિંગ નિયમો હેઠળ વાહનોને સ્ક્રેપ કરવાનો અર્થ એ છે કે સ્ક્રેપ કરેલા વાહનોમાંથી સ્ટીલને સ્ક્રેપ કરવું. આવી સ્થિતિમાં, સ્ક્રેપિંગ માટે નક્કી કરાયેલા ધોરણો વાહનોમાં વપરાતા સ્ટીલની માત્રા પર આધારિત છે. હાલમાં, વાહન ઉત્પાદકોએ જાહેર કરવું પડશે કે તેઓએ ચોક્કસ વર્ષમાં વાહનોના ઉત્પાદનમાં કેટલું સ્ટીલનો ઉપયોગ કર્યો હતો. આ નવા નિયમો જૂની કાર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે એક મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે તેમને વાહનની ઉંમર અને રજીસ્ટ્રેશન અંગે તપાસ કરવી જરૂરી બનશે.
નવી સ્ક્રેપિંગ નીતિમાં શું છે?
જેમાં જો તે યોગ્ય જણાય તો તેનું રજીસ્ટ્રેશન પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે. હાલમાં, નવી સ્ક્રેપિંગ નીતિમાં મંત્રાલય દ્વારા નિર્ધારિત વાહનોની સરેરાશ ઉંમર પરિવહન વાહનો માટે મહત્તમ 15 વર્ષ અને બિન-પરિવહન વાહનો માટે 20 વર્ષ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડમાં વિના મૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ
March 17, 2025 10:34 AMહોળી બાદ આજે ફરી હંગામો: સંસદમાં રેલવે ગ્રાન્ટ સહિતના મુદ્દાઓ પર ધમાલ
March 17, 2025 10:33 AMપાકિસ્તાનમાં 48 કલાકમાં 57 એટેક, ૧૦૦થી વધુ મોત
March 17, 2025 10:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech