કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચાડવાની સાથે દરેક ઘરમાં નળ હોવાની વાતો કરી રહી છે પરંતુ આ વાતો માત્ર બેનરો અને સૂત્રોમાં જ સારી લાગતી હોય તેમ બાંટવાના વિરાટનગર સોસાયટીની હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે વાસ્તવિકતા તો એ છે કે, આ સોસાયટીમાં છ મહિનાથી નળ જોડાણ જ મળ્યા નથી તો પાણી કેવી રીતે પહોંચતું હશે એ સો મણનો સવાલ છે.
બાંટવાની વિરાટનગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચિફ ઓફિસરને નળ કનેકશન આપવા બાબતે છ માસથી લેખીત રજૂઆતો કરી છે એમ છતાં આ રજૂઆતો બહેરા કાને અથડાતી હોય તેમ કોઇ જવાબ પાલીકા તંત્રમાંથી મળી રહ્યો નથી તેવા રહીશોનો રોષપૂર્વક આક્ષેેપ છે. આ બાબતે છેક સીએમ સુધી રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech