ચકચારી બોગસ બીલીંગ કૌભાંડ અંગે રાજકોટમાં પણ ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવી લેવાના કરોડોના કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કૌભાંડને લઈ આર્થિક ગુના નિવારણ શાખા દ્રારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસે જૂનાગઢમાં રહેતા બેન્ક કર્મચારીને ઝડપી લીધો છે. આ બેંક કર્મચારી અહીં લોન માટે આવતા ગ્રાહકોની માહિતી મેળવી તેના નામે એકાઉન્ટ ખોલાવી તેમાં કૌભાંડની રકમ ટ્રાન્સફર કરતો હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. એસોજીના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ હેઠળ આર્થિક ગુના નિવારણ શાખાના પીએસઆઇ કે.ડી.મા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ અરવિંદભાઈ મકવાણા, કોન્સ્ટેબલ વનરાજભાઈ રગીયાને મળેલી બાતમીના આધારે આ ચકચારી કૌભાંડમાં સુત્રાપાડા ખાતે બોગસ પેઢીનું બેક ખાતું ખોલી આર્થિક લાભ મેળવી બીલ વેચનાર આરોપી પ્રશાંત ગિરીશભાઈ યોગાનંદી(ઉ.વ ૨૯ રહે. બ્લોક નંબર ૪૦૮, રિદ્ધિવલા એપાર્ટમેન્ટ, ખલીલપુર રોડ, જુનાગઢ મૂળ, સુત્રાપાડા)ને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઝડપાયેલ આરોપી જુનાગઢમાં એકસિસ બેંકમાં સેલ્સ મેનેજર છે તે અહીં બેંકે આવતા ગ્રાહકો કે જે ગ્રાહકો લોન માટે આવતા હોય તેમનું એકાઉન્ટ ખોલી આપી તેમના એકાઉન્ટમાં કૌભાંડની રકમ ટ્રાન્સફર કરતો હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાયના ચકચારી બોગસ બિલિંગ કૌભાંડ કેસમાં તપાસના તાર રાજકોટ સુધી પહોંચ્યા હતાં. રાજકોટમાં પણ નોંધાયેલ અલગ–અલગ બે ફરિયાદમાં પોલીસે મહેશ લાંગા સહિતના આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ના બે અધિકારીઓએ બે અલગ–અલગ ફરિયાદોમાં જણાવેલ હતું કે, ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢી તથા પરમાર એન્ટરપ્રાઈઝ નામની બીજી પેઢીએ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે રજીસ્ટ્રેશન મેળવી કોઈપણ પ્રકારનો માલ સપ્લાય કર્યા વગર ખોટા બિલ બનાવી વિવિધ પેઢીઓને ઈનપુટ ટેકસ ક્રેડીટ ગેરકાનૂની રીતે મેળવવામાં કાવત રચી મદદગારી કરી છે.
ફરિયાદ બાદ તપાસ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી. જે તપાસમાં ઈઓડબ્લ્યુ ટીમે મહેશ લાંગા સહિત સાત આરોપીઓની અગાઉ ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં મૂળ જૂનાગઢનો વતની રમેશ ભેટારીયાનું નામ ખુલવા પામ્યું હતું અને સમગ્ર કૌભાંડમાં રમેશ ભેટારીયાએ વચેટિયાની ભૂમિકા ભજવ્યાનું સામે આવ્યું હતું. જેથી, અમદાવાદમાં બોગસ બિલિંગ કૌભાંડમાં જેલમાં રહેલ રમેશ ભેટારીયાનો અમદાવાદ જેલમાંથી કબ્જો મેળવી રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech