રાજકોટની વિજય કોમર્શિયલ કો–ઓપરેટિવ બેન્કના મંગળા રોડ શાખાના મહિલા બ્રાન્ચ મેનેજર સહિતનાઓએ મળી બેંકને પિયા ૯૩.૧૫ લાખનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. બોગસ ડોકયુમેન્ટ રજૂ કરી તેના પર કાર લોનની અરજી કરવામાં આવી હતી. જે અરજી મેનેજરે મંજૂર કરી ૧૦ કાર લોન મંજૂર કરી દીધી હતી જે અંગેની જાણ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરને થતા આ ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મોટા પાસે સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે પેન્ટાગોન ટાવરમાં રહેતા દુર્ગેશભાઈ વ્રજલાલ આચાર્ય (ઉ.વ ૪૭) દ્રારા નોંધાવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે શ્રુજય સંજયભાઈ વોરા, લયાંક શૈલેષભાઈ વિઠલાણી, જૈન સાયન્ટિફિક ઉધોગ નામની ભાગીદારી પેઢીના જવાબદાર વ્યકિતઓ મહાકાલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મીત મહેશભાઈ પરમાર તથા વિજય કોમર્શિયલ બેંકની મંગળા રોડ શાખાના બ્રાન્ચ મેનેજર દેવીકાબેન વસાના નામ આપ્યા છે. દુર્ગેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૨૩ વર્ષથી વિજય કોમર્શિયલ બેંકમાં ફરજ બજાવે છે અને હાલમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ પર છે. ચારેક માસ પૂર્વે તેમને અરજી આવી હતી જેમાં સંજય વોરા અને લયાંક વિઠલાણી ના સામાવાળા તરીકે નામ હોય અને લોનમાં ગરબડી અંગેની આ અરજી હતી જેથી તેમણે આ કાર લોન બાબતે મંગળા રોડ શાખાના મેનેજર દેવીકાબેન વસાને પૂછતા તેમણે જણાવેલ કે, લોન બ્રોકર શ્રુજય વોરા અને લયાંક વિઠલાણીએ આ બે કાર લોન કરાવી છે અને આ સિવાયની અન્ય આઠ કાર લોન પણ તેમણે કરી છે. બાદમાં તપાસ કરતા માલુમ પડું હતું કે જે કાર લોન કરાવી હતી તેની રકમમાંથી આરટીજીએસ મારફત મહાકાલ એન્ટરપ્રાઇઝમાં પિયા ૨૮.૭૦ લાખ તથા જૈન સાયન્ટિફિક ઉધોગ નામની ભાગીદારી પેઢીના ખાતામાં પિયા ૬૪.૫ લાખની રકમ ટ્રાન્સફર થઈ છે.
આમ શ્રુજય વોરા, લયાંક વિઠલાણી તેમજ જૈન સાયન્ટિફિક ઉધોગની ભાગીદારી પેઢીના જવાબદાર વ્યકિતઓ તથા મહાકાલ એન્ટરપ્રાઇઝ ના સંચાલક મિત પરમાર તેમજ બેંક મેનેજર દેવિકાબેન વસા સહિતનાઓએ ગુનાહિત કાવતં રચી પોતાના ઓળખીતાઓ તેમજ સગા વહાલાઓના નામે તેમજ અન્ય લોકોના નામે ખોટા ડોકયુમેન્ટ કે જેમાં કારની આરસી બુક તથા ઇન્સ્યોરન્સ પોલિસી તથા કારના કોટેશન તથા બિલ વગેરે બનાવી તે તમામ ખોટા ડોકયુમેન્ટ વિજય કોમર્શિયલ કો–ઓપરેટીવ બેંકમાં રજૂ કરી ખરા તરીકે ઉપયોગ કરી બેન્ક સાથે છેતરપિંડી કરી કુલ પિયા ૯૩.૧૫ લાખ જેટલી રકમનો આર્થિક લાભ મેળવ્યો હોય. બેંકના બ્રાન્ચ મેનેજર દેવીકાબેન વસાએ આ ડોકયુમેન્ટની ખરાઈ કર્યા વગર ૧૦ કાર લોન મંજૂર કરી દઈ તેની રકમ પણ ચૂકવી દીધી હોય જેથી આ તમામે મળી આર્થિક લાભ મેળવ્યો હોય આસિસ્ટન્ટ મેનેજર દ્રારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૪૧૮, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech