રાત્રી દરમ્યાન પાર્કીંગ કરેલ મોટા લોંડીંગ વાહનોની બેટરી ચોરી તથા ફોર વ્હીલના ટાયર ચોરી કરતાં બે શખ્સને ચોરીના મુદ્દામાલ સહીત કુલ કિં.રૂ.૮,૧૧,૦૦૦ નાં મુદ્દામાલ સાથે પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધા હતા.
ભાવનગર એલ.સી.બી.-પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે, સફેદ ફોર વ્હીલ ગાડીમાં મેગવ્હીલ સાથેના ટાયરો તથા વાહનોની બેટરીઓ વેંચવા માટે નીકળેલ બે શખ્સને ઝડપી લઇ તેમના કબ્જામાં રહેલ ફોર વ્હીલ ગાડીમાં તેમજ તેઓના રહેણાંક મકાનમાં તપાસ કરતા તેની પાસેથી વાહનોની નાની-મોટી બેટરીઓ તથા ફોર વ્હીલના મેગવ્હીલ સાથેના ટાયરો તથા બેટરીઓ ખોલવા માટેના પાનાઓ, વાયર કાપવાનું કટ્ટર, જેક સહીતનો ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ મળી આવેલ. તેની પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે આધાર-પુરાવા ન હોય. આ તમામ મુદ્દામાલ શંકાસ્પદ મિલ્કત કબ્જે કરી
પંકજ જીતુભાઇ બારૈયા (ઉ.વ.૨૪ ધંધો.હીરા ઘસવાની મજુરી રહે.ક્રિષ્ના સોસાયટી, મહાવિરનગર, બુઢણા રોડ, ટાણા ગામ, તા.શિહોર, જી.ભાવનગર) અને તુલસી કુબેરભાઇ નારીગરા (ઉ.વ.૨૫ ધંધો.અભ્યાસ રહે.મોટા ખોખરા ગામ, તા.ઘોઘા જી.ભાવનગર)ને ઝડપી લઈ ફોર વ્હીલ ગાડીના મેગવીલ સાથેના ટાયર નંગ-૦૫ જેની કિ.રૂ.૮૫,૦૦૦, વાહનોની અલગ-અલગ કંપનીની નાની-મોટી બેટરીઓ નંગ-૩૯ જેની કિ.રૂ.૨,૦૬,૦૦૦, વર્ના ફોર વ્હીલ રજી.નં.જી. જે. ૨૧ સીએ ૨૦૪૪ કિ.રૂ.૫,૦૦,૦૦૦, ચોરી કરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો(નાના-મોટા પાનાઓ, વાયર કાપવાનું મોટુ કટર, જેક, લોખંડની ટોમી) જેની કિ.રૂ.૩૦૦૦ અને મોબાઇલ ફોન ૨ કિ.રૂ.૧૭૦૦૦મળી કુલ કિ.રૂ. ૮,૧૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓ સામે નોંધાયેલા ગુન્હાઓ વરતેજ પોલીસના એ-પાર્ટ ગુ.ર. નં.૧૧૧૯૮૦૬ ૭૨૪૦૭૧૦/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.-૩૦૩(૨), મુજબ, ઘોઘા પોલીસના એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨ ૦૨૪૦૭૩૫/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.-૩૦૩(૨), મુજબ, ઘોઘા પોલીસના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૦૨૪૦૭૩૬/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.-૩૦૩(૨), મુજબ, ઘોઘા પોલીસના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૦૨૪૦૭૩૭/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.-૩૦૩(૨), મુજબ, શિહોર પોલીસના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪૭૨૪૦૭૯૭/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.-૩૦૩(૨), મુજબ અને બોરતળાવ પોલીસના એ-પાર્ટ ગુ.ર. નં.૧૧૧૯૮૦૧ ૫૨૪૧૪૨૨/૨૦૨૪ ઇ.ગ.જ. કલમ.-૩૦૩(૨), મુજબનો ગુન્હો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, અરવિંદભાઇ મકવાણા, અજીતસિંહ મોરી, પ્રજ્ઞેશભાઇ પંડયા, કુલદીપસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, હસમુખભાઇ પરમાર અને મહેશભાઇ કુવાડીયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech