જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામે મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી નર્મદાબેન ઠોરીયા અને મુખ્ય સેવિકા વિજ્યાબેન ગોહિલ દ્વારા પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. પોષણ ઉત્સવ પ્રોગ્રામમાં સ્કુલ આચાર્ય, આરોગ્ય ખાતામાંથી નર્સબેન, મંત્રિ, સરપંચ બાલંભા, ઉપ-સરપંચ બાલંભા, ગામના આગેવાનોએ હાજરી આપેલ અને બાલંભા સેજાના આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડીના લાભાર્થિઓ દ્વારા મિલેટ્સ અને ટી.એચ.આર.(માત્રુ શક્તિ), (પુર્ણા શક્તિ), અને (બાલ શક્તિ) માંથી વિવિધ વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી મિલેટ્સ અને ટી.એચ.આર.(માત્રુ શક્તિ), (પુર્ણા શક્તિ), અને (બાલ શક્તિ) માંથી મળતા પોષક તત્વ વિશે માહિતી આપેલ. તેમજ સરગવાનો ઉપયોગ રોજિંદા આહરમા કરવા માહિતગાર કરેલ હતું.વાનગી હરીફાઇમાં ૧.૨ અને ૩ નંબરને ગ્રામ આગેવાનો અને મંત્રિ, સરપંચ બાલંભા, ઉપ-સરપંચ તરફથી રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech