રાજકોટ શહેરમાં જમીનના સોદામાં રૂ.1.90 કરોડની છેતરપિંડી આચર્યા અંગેના કેસમાં ચાર્જશીટ બાદ બે આરોપીએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.
આ કેસની હકીકત મુજબ શહેરના રૈયા રોડ પર આવેલ તિરૂપતિનગરમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા ફરસાણ વેપારી ભુપતભાઈ ગોવિંદભાઈ ઠુંમરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં વર્ષ ૨૦૨૩માં મિત્ર મારફતે જમીન સોદા દરમિયાન પરિચયમાં આવેલા મનીષભાઈએ અઠવાડિયા પછી ભુપતભાઈ ઠુંમરની દુકાને જઇ ઘંટેશ્વર ખાતે પાંચ એકર જમીન મિત્ર શૈલેષભાઈના મામા ઘુસાભાઇ સીતાપરાની છે. આ જમીન ખરીદવા માટે ભુપતભાઈએ તૈયારી દેખાડેલી હતી. પાંચ એકર જમીન રૂ. ૩૦ કરોડમાં ખરીદવાનું નક્કી કર્યું હતું. જે રૂપિયા ભુપતભાઈએ દોઢ વર્ષમાં પુરા કરવાનું અને સાટાખત વખતે બે કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. તા.૧૩/ ૦૯/ ૨૦૨૩ના રોજ સાટાખત કરવા માટે એડવોકેટની ઓફિસે ફરિયાદી ભુપતભાઈ, તેના જમાઈ પ્રીતેશભાઈ અને મિત્ર મોહસીનભાઈ ગયા હતા, ત્યારે સામાપક્ષે મનીષભાઈ, શૈલેષભાઈ, રવિભાઈ વાઘેલા તેમજ જમીન માલિક તરીકે ઘૂસાભાઈ સીતાપરા હતા. જેમાં ઘુસાભાઈના બદલે અન્ય વ્યક્તિના ખોટા આધારકાર્ડ અને પાન કાર્ડ રજૂ કરી નોટરાઈઝ સાટાખત કરી આપ્યો હતો. ફરિયાદી દ્વારા આરોપીઓને કુલ રૂ.1.90 કરોડ ચૂકવી દીધા હતા. ભુપતભાઈ ઠુંમર તેમના મિત્ર મયુરભાઈની ઓફિસે હતા, ત્યારે નરેન્દ્રસિંહ નામના પરિચિતને ઘંટેશ્વરમાં ઘૂસાભાઈ સીતાપરાની જમીન ખરીદ કર્યાના સાટાખત દેખાડતા નરેન્દ્રસિંહે ફોટાવાળી વ્યક્તિ ઘુસાભાઇ સીતાપરા નહિ હોવાનું જણાવતા ભુપતભાઈ ઠુંમરે તપાસ કરતા છેતરપિંડી થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે ભુપતભાઈ ઠુંમર દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓની અટક કરવામાં આવી હતી. તેના ચાર્જશીટ બાદ જેલ હવાલે રહેલા આરોપી દામજીભાઈ જાદવજીભાઈ કુબેર અને રવિ જેરામભાઈ વાઘેલા દ્વારા જામીન મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા સરકારી વકીલ અને ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટ દ્વારા બંને આરોપીની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગ શાહ અને અતુલ જોષી તેમજ ફરીયાદી વતી એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, મીતેશ એચ. ચાનપુરા અને પ્રહલાદસિંહ ઝાલા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech