રાજકોટની કંપની સાથે રૂપિયા ૧૪ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ

  • March 14, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આવેલી એકયુબ એનિજટેક કંપનીમાંથી .૧૪ કરોડથી વધુની રકમના ૫૦૦૦ થી વધુ મોટર પંપની ખરીદી કરી છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી અદાલતે રદ કરી હતી.આ કેસની હકીકત મુજબ શહેરમાં મોટર પપં બનાવતી એકયુબ એનિજટેક કંપનીમાંથી આરોપીઓ દ્રારા મોટર પપં ખરીદવાના બોગસ ઓર્ડરો બનાવી .૧૪ કરોડથી વધુની રકમના ૫૦૦૦ થી વધુ મોટર પપં મંગાવ્યા હતા અને ખરીદ કરેલ મોટર પંપની રકમની ચુકવણી નહીં કરતા એકયુબ એનિજટેક કંપનીના પ્રોપરાઈટર આશિષભાઈ ધીરજલાલ દેસાઈએ આજીડેમ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જે કેસમાં આરોપીઓ વિદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્રારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

ચાર્જશીટ બાદ ઉત્તર પ્રદેશના આરોપી પવનકુમાર ઇન્દ્રજીત શર્માએ જેલ મુકત થવા રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહ્યા હતા. અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે આરોપી સામે કરોડો પિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાની તેમજ બોગસ ઓર્ડરો બનાવવાની ફરિયાદ છે આવા ગુનાના આરોપીને જો જામીન આપવામાં આવશે તો તેઓને કાયદાનો કોઈ ડર રહેશે નહીં દલીલો ધ્યાને લઇ સેશન્સ જજ જે.ડી. સુથારે આરોપી પવનકુમાર શર્માની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર કરતો હત્પકમ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application