રાજકોટમાં ૯ બાળકો સહિત ૨૭ વ્યકિતઓનો ભોગ લેનાર ટીઆરપી ગેમ ઝોન અિકાંડ મામલે પકડાયેલા ૧૫ આરોપીઓમાં સેશન્સ કોર્ટ દ્રારા પહેલી વખત આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણાની જામીન અરજી મંજુર કરવામાં આવ્યા બાદ વધુ બે આરોપીઓ ફેબ્રિકેશનના કોન્ટ્રાકટર મહેશ રાઠોડ અને કાલાવડ રોડ ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફીસર રોહીત આસમલભાઇ વિગોરાએ પેરીટીના ધોરણે કરેલી જામીન અરજીઓ સેશન્સ કોર્ટ દ્રારા ફગાવી દેવામાં આવી છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટના નાના મવા રોડ, મોકાજી સર્કલ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં ગત તા.૨૫ મે ૨૦૨૪ની સાંજે આગ લાગતા ૯ બાળકો સહિત ૨૭ લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે ઘટનામાં પોલીસે ફરિયાદી બની જવાબદાર મહાનગર પાલિકાના ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ, ફેબ્રીકેશન આનુસંગિક કામગીરી કરનાર વગેરે ૧૬ ગુનો નોંધાયો હતો. જેમાં એક આરોપી પ્રકાશચદં કનૈયાલાલ હીરનનું મોત થયું હતું. યારે બાકીના ૧૫ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કર્યા હતા.
આ કેસમાં સેશન્સ કોર્ટ દ્રારા અગાઉ પણ જામીન અરજી આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણાની જામીન અરજી સૌ પ્રથમ મંજૂર કરી હતી, અને ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડની સુનાવણી માટે બાકી રાખી હતી, દરમિયાન કાલાવડ રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન ઓફિસર રોહિત આસમલ વિગોરાએ સેશન્સ કોર્ટમાં ૨૫૦ પાનાની જામીન અરજી કરી હતી. અગાઉ હાઇકોર્ટ દ્રારા ત્રણ આરોપી અને સેશન્સ કોર્ટ દ્રારા એક આરોપીના જામીન અરજી મંજૂર થયાની સમાનતાના સિદ્ધાંત અનુસાર થયેલી આ જામીન અરજીઓમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તુષારભાઈ ગોકાણી વગેરે દ્રારા રજૂઆત કરવામાં આવી હતી કે કાલાવડ રોડ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસર રોહિત આસમલ વિગોરાએ ગઈ ૪ ૯ ૨૦૨૩ના બનેલા આજ્ઞા બનાવો વખતે યમ ઝોનમાં ફાયર સેટીના સાધનો નહી હો બાબતે કોઈ કાર્યવાહી કરી ન હતી તેમજ એનઓસીની કાર્યવાહી પણ ન કરી ગુનાહિત બેજવાબદારી દાખવી છે, તેમજ ફેબ્રિકેશન કોન્ટ્રાકટર મહેશ રાઠોડ દ્રારા ગેમ ઝોનમાં ચાલતા વેલ્ડીંગ કામના તીખારા નીચે થર્મેાકોલ અને વલનશીલ પ્રવાહી ઉપર પડવા છતાં તકેદારી ન રાખી ગુનાહિત બેદરકારી અંગે સહિત બંને પક્ષની દલીલો ગઈકાલે સાંજે પૂર્ણ થતા સેશન્સ કોર્ટે આજે બપોરે ચુકાદો જાહેર કરી બંને જામીન અરજીઓ ફગાવી દીધી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડિશનલ પી.પી. નીતેષ કથીરિયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના પૂર્વ ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને ડિસ્ટિ્રકટ બાર એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા જિલ્લામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
May 20, 2025 11:40 AMદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech