થાણેના બદલાપુરમાં એક માસૂમ બાળકના યૌન શોષણની ઘટનાને પગલે આખા શહેરની સ્થિતિ બેકાબુ થઈ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સમગ્ર ઘટનાની તપાસ માટે SITની રચના કરવાનો આદેશ આપ્યો છે.
કોલકાતા મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાની આગ હજુ શમી નહોતી ત્યાં મહારાષ્ટ્રના થાણેમાંથી બે માસૂમ બાળકીઓ સાથેની ક્રૂરતાના સમાચારે માનવ સંવેદનાઓને પણ હચમચાવી નાખ્યા છે. બદલાપુરમાં બનેલી આ ઘટના બાદ મંગળવારે દિવસભર અરાજકતા જોવા મળી હતી.
આ ઘટના 16 ઓગસ્ટના રોજ બની હતી. જ્યારે 23 વર્ષના આરોપીએ સ્કૂલના વોશરૂમમાં ત્રણ અને ચાર વર્ષની બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનાની માહિતી મળતા જ સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ શરૂ થયો હતો. આ ઘટના બાદ વિપક્ષે રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
મામલો ક્યારે પ્રકાશમાં આવ્યો?
આ ઘટનામાં 16 ઓગસ્ટે થાણેના બદલાપુરમાં એક સ્કૂલના વોશરૂમમાં બંને માસૂમ બાળકીઓનું યૌન શોષણ થયું હતું. આ મામલામાં પીડિત છોકરીઓના માતા-પિતાએ 17 ઓગસ્ટે પોલીસમાં FIR નોંધાવી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક પીડિત બાળકીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ કરી. આ પછી બંને બાળકીઓના માતા-પિતા તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. તપાસ બાદ ડોકટરોએ બંને યુવતીઓ પર યૌન શોષણની પુષ્ટિ કરી હતી.
બદલાપુર ઘટનાના આરોપીની ધરપકડ
પીડિત યુવતીના માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે 23 વર્ષીય આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. અગાઉ આ શરમજનક ઘટના પ્રકાશમાં આવ્યા પછી લોકો મંગળવારે (19 ઓગસ્ટ) વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. જ્યાં રોષે ભરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech