ગુજરાતમાં રાજયસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. વિધાનસભામાં સંખ્યાબળને જોતા ચારેય બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. રાયસભાની આ ચૂંટણીઓ બાદ ગુજરાતમાંથી સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ઘટીને એક બેઠક થઈ જશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ સંસદમાં ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ રહેશે. ગુજરાતમાંથી રાજયસભાના ચાર સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, જેમાંથી બે કોંગ્રેસના અને બે ભાજપના છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને પુષોત્તમ પાલા લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે.આ બધા વચ્ચે રાજયસભાની ચારેય બેઠક પર ભાજપ નો રિપીટેશન થિયરી અપનાવશે તે વાત નકકી છે. બીજી બાજુ એક વાત એવી પણ ચર્ચા છે કે ચાર બેઠકમાંથી એક બેઠક પર મહિલાને રાજયસભામા મોકલવા માટે ભાજપના મોવડીઓએ મન બનાવી લીધું છે.
ભાજપના બે સાંસદા મનસુખ માંડવિયા અને પુરષોત્તમ પાલાને હવે એવી ચર્ચા છે કે, લોકસભામા મેદાનમાં ઉતારી શકે છે. અગાઉ પણ મનસુખ માંડવિયા વિશે એવી ચર્ચા હતી કે ભાજપ તેમને રાયમાં મોટી જવાબદારી આપી શકે છે, પરંતુ પછી એવું બન્યું નહીં. હવે માંડવીયા ભાવનગર અને પાલાને રાજકોટમાંથી ચૂંટણી લડશે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કેન્દ્રીય મંત્રી પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. રાયની તમામ ૨૬ બેઠકો પર ભાજપનો કબજો છે. પાર્ટી સતત બે વખત રાયમાં કલીન સ્વીપ કરી રહી છે. ભાજપ લોકસભા ચૂંટણીમાં પણ તેના તમામ ૨૬ સાંસદોને રિપીટ કરવાના મૂડમાં નથી.ગુજરાતના ચાર રાયસભા સાંસદો જેમનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની સાથે પુરષોત્તમ પાલા, કોંગ્રેસના નેતા અને પૂર્વ રેલ્વે રાય મંત્રી નારાયણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ સામેલ છે. આ તમામનો કાર્યકાળ ૨ એપ્રિલે પૂર્ણ થશે. આવી સ્થિતિમાં ચર્ચા છે કે શું ભાજપ તેના બે નેતાઓને રાયસભા માટે ફરીથી રિપીટ કરશે નહી અને તેને લોકસભાનીચૂંટણીમાં ઉતારશે.
આવી સ્થિતિમાં માંડવિયા વિશે ચર્ચા છે કે તેઓ સૌરાષ્ટ્ર્રની કોઈપણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. માંડવીયા ભાવનગર જિલ્લ ાના પાલિતાણા તાલુકાનો રહેવાસી છે. તેઓ ગુજરાતના શકિતશાળી પાટીદાર સમુદાયમાંથી આવે છે. ૨૦૦૨માં માંડવિયા પાલિતાણાથી ધારાસભ્ય બન્યા હતા. આ પછી તેઓ ૨૦૧૨માં પ્રથમ વખત રાયસભામાં ચૂંટાયા હતા.
અત્રે નોધવુ સંખ્યાબળના અભાવે ચૂંટણી પ્રક્રિયાથી કોંગ્રેસ દૂર રહેશે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં ૧૫૬ની બહુમતી સાથે, ભાજપ આગામી મહિને યોજાનારી ચાર રાજયસભા બેઠકો માટેની આગામી ચૂંટણીમાં ચારે બેઠકો પર બિનહરીફ રીતે કબજો કરવા લગભગ તૈયાર છે.રાજયની સભાની આ ચારેય બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે ૩૭ મત જોઇએ. કોંગ્રેસને એક બેઠક માટે પણ ૨૨ મતો ખુટે છે. આ જોતાં કોંગ્રેસ તો ચૂંટણી મેદાને ઉમેદવાર પણ ઉભા નહી રાખે તેવી સ્થિતી સર્જાઇ છે. આમ, ભાજપના ચારેય ઉમેદવાર આમ, ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પુરેપૂરી શકયતા જોવાઇ રહી છે. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સંખ્યાબળના અભાવે ચૂંટણી પ્રક્રિયાથી કોંગ્રેસ દૂર રહેશે.
રાજયસભાની ચાર બેઠકો માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ
લોકસભા ચુંટણી પહેલા ગુજરાતમાં આગામી દિવસોએ રાયસભાની ૪ બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈ આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવયુ છે.તા. ૨૭ ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે ૧૫ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લ ી તારીખ હશે. આ સાથે ૨૦ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે. અત્રે નોંધવું જરી છે કે ગુજરાત રાયના ચાર સાંસદો ની મુદત પૂરી થતાં આજે જાહેર કરવામાં આવ્યું છે અગાઉ બે બેઠક ભાજપ પાસે અને બે બેઠક કોંગ્રેસ પાસે હતી હવે ૧૫૬ ધારાસભ્યોની સંખ્યા હોવાથી આ ચારે ચાર બેઠક પર ભાજપનો કબજો રહેશે.કેન્દ્રીય મનસુખ માંડવીયા પુષોત્તમ પાલા અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવાની મુદત પૂર્ણ થઈ જતા જાહેરમાંનું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. ૧૫ રાયોની ૫૬ રાજયસભાની બેઠકો માટે આજે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.તેમાં બિહારની છ બેઠકો સિવાય,ગુજરાત, કર્ણાટક ચાર–ચાર, મહારાષ્ટ્ર્રમાં છ, પશ્ચિમ બંગાળ–મધ્ય પ્રદેશમાં પાંચ–પાંચ, ઉત્તર પ્રદેશમાં ૧૦, રાજસ્થાન–ઓડિશા– તેલંગાણા–આંધ્ર પ્રદેશમાં ત્રણ–ત્રણ અને છત્તીસગઢ–હરિયાણા–હિમાચલ પ્રદેશ–ઉત્તરાખંડમાં એક–એક બેઠક પર ચૂંટણી યોજાવાની છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech