હળવદ નગરપાલિકાની વોર્ડ ૭ ની ૨૮ બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ૭૦. ઉમેદવારો મેદાનમાં હતા.૬૩.૬૧ જેટલું મતદાન નોંધાયું હતું,જેની મતગણતરી મંગળવારે મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના ૭ વોર્ડ ની ૨૮ બેઠકમાંથી ૨૭ બેઠકો પર ભાજપનો દબદબો રહ્યો હતો.નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની આંધી કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. આ આંધીમાં હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે ને પણ કારમી હાલનો સામનો કરવો પડો હતો. ત્યારે વોર્ડ નંબર ત્રણ ની મતગણતરી પૂર્ણ થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હતો એટલે મામલો બિચકે તે પહેલા સમાધાન કરાવ્યું હતું. આ ચૂંટણીમાં હળવદ વોર્ડ નંબર એક ના એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર ભારતીબેન ગોપાલભાઈ દોરેલા નો ભવ્ય વિજય થયો હતો. આમ હળવદ નગરપાલિકા પર ફરીથી ભાજપની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ આનદં લાગણી જોવા મળી હતી. મોડલ સ્કૂલ ખાતે ઉપસ્થિત કાર્યકરોએ ઢોલ નગારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો. હળવદ કાર્યકરો દ્રારા વિજય ઉત્સવ મનાવી વિજય સરઘસ મોડલ સ્કૂલથી હળવદની મેન બજારમાં કાઢવામાં આવ્યું હતું.પાલિકા માં ફરીથી ભાજપાનો ભોગવો લહેરાયો હતું.જીતને વધાવતા ભાજપના કાર્યકરો તથા આગેવાનો મોટીસંખ્યામાં ઊમટી પડીયા હતા.
શહેરમાં માં ભાજપનુ ભવ્ય વિજય સરઘસ નિકડીયુ હતું જનતાએ કેસરિયો લહેરાવ્યો હતૌ. નગરપાલિકા ની ૨૮ માંથી ૨૭ બેઠક પર ભાજપ ભગવો લહેરાયો હતો, આ તકે હળવદ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલે જણાવ્યું હતું કે આ જીત ભાજપ ના વિકાસ ની થઈ જીત સાથે સાથૈ કાર્યકરો ની મહેનતુ ફળછે. નગરપાલિકા માં ઐતિહાસિક જીત થતાં.લોકો ભાજપ ના ઝંડા, ડીજે, ફટાકડાં ફોડી, ભવ્ય વિજયઉત્સવો મનાવ્યો હતો.ભારે આતશબાજી કરી હતી હળવદ ની મુખ્ય બજાર ફરી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, પૂવે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ,એપીએમસી ચેરમેન રંજનીભાઈ સંઘાણી, સહિતના આગેવાનો એ જીતને આવકારી હતી. આ વિજય ઉત્સવમાં પાર્ટીના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.વિજય સરઘસ માં ભારત માતા કી જય , વંદે માતરમ્ નારાઓ થી ગુંજી ઉઠીયા હતા,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech