રાજયભરમાં સમયાંતરે ભાજપના કાર્યકરોથી લઈ અગ્રણીઓ સુધીના દુષ્કર્મ, ડ્રગ્સ સપ્લાય અને દારૂના ધંધામાં સંડોવાતા હોવાના કિસ્સાઓ બહાર આવતા રહે છે. રાજકોટમાં પણ ગઈકાલે ભકિતનગર પોલીસે ગોપાલનગર વિસ્તારમાં પાડેલી રેઈડમાં વિદેશી દારૂ અને બિયરથી લદાયેલી કારમાં બે શખસોને પકડી પાડયા હતા અને આ દરોડામાં વોર્ડ નં.૧૪ના ભાજપના સ્થાનીક આગેવાન જયદીપ દેવડાનું નામ ખુલતા તેની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ગાયત્રીનગર મેઈન રોડ ગોપાલનગર શેરી નં.૯માં રહેતા મીત વિજયભાઈ દેવડા ઉ.વ.૧૯ તથા તેની સાથે રહેલા સાગરીત કાલાવડ રોડ પર ભગતસિંહ ટાઉનશીપમાં રહેતા પ્રિયાંક ઉર્ફે કાનો રમેશભાઈ લોખીલ ઉ.વ.૨૦ બન્નેને મીતના ઘર પાસેથી ચોકકસ બાતમીના આધારે જીજે૧૧ઈ ૯૫૮૮ નંબરની કાર સાથે ભકિતનગરના જમાદાર દિલીપભાઈ બોરીચા, વિશાલભાઈ દવે સહિતનાએ અટકાવ્યા હતા. કારની તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની ૫૪ બોટલ વિદેશી દારૂ અને ૨૪ ટીન બીયરના મળી આવ્યા હતા. કારમાં દારૂનો સંગ્રહ કરીને હેરફેર થતી હોવાની સચોટ બાતમીના આધારે આ બન્ને શખસો પકડાયા હતા. પોલીસે દારૂ–બીયરનો જથ્થો અને કાર મળી ૮૧,૮૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.
બન્ને શખસોની દારૂ કયાંથી આવ્યો ? અને કોનો, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ ? તે અંગે પોલીસે પુછપરછ હાથ ધરતા પકડાયેલા આરોપી મીતના ભાઈ જયદીપ દેવડાનું પણ નામ ખુલ્યું હતું. જાણવા મળ્યા મુજબ દારૂનો દરોડો પડતા ભાજપના જ કેટલાક વ્યકિત દ્રારા પ્રથમ તો બધું જતું કરી દેવા ભીનું સંકેલી દેવા પ્રયાસ થયા હતા. જો કે, તેમાં સફળતા ન મળતા જયદીપનું નામ ન ખુલે તે માટે પણ ધમપછાડા થયા હતુંનું જાણવા મળે છે. ચર્ચાતી વિગતો મુજબ જેનું નામ દારૂમાં ખુલ્યું છે તે જયદીપ રાજકોટ શહેર ભાજપનો વોર્ડ નં.૧૪નો હોદ્દેદાર છે. જો કે, આ બાબતે સત્તાવાર રીતે કે ભાજપના સુત્રોમાંથી કઈં બહાર આવ્યું નથી. પોલીસ પણ દરોડો પાડયા બાદ હવે આરોપી બાબતેેેેેેેેે ભાજપમાં છે કે નહીં ? તે કશો ખ્યાલ ન હોવાનું અને મગનું નામ મરી પણ નહીં પાડી ભીનું સંકેલવાના પ્રયાસ પણ હોય તેવું દેખાઈ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech