મહારાષ્ટ્ર્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની મહાજીત થઈ છે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી અટકળો વચ્ચે સુત્રોએ એવી માહિતી આપી છે કે ફડણવીસ સિવાયના નામો અંગે પણ ભાજપનું મોવડીમંડળ વિચાર કરી રહ્યું છે જેથી વિવાદને વનિવારી શકાય. વાસ્તવમાં મહારાષ્ટ્ર્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારની રચનામાં થોડો સમય લાગી શકે છે. મુખ્યમંત્રીના નામને લઈને ભાજપના નેતૃત્વમાં મંથન ચાલી રહ્યું છે. નામ નક્કી થતાં જ ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. આ પછી નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ જશે. આ દરમિયાન શિવસેના અને એનસીપીએ સ્પષ્ટ્ર કયુ છે કે, મુખ્યમંત્રીના નામનો નિર્ણય ભાજપના નેતૃત્વ પર છોડવામાં આવ્યો છે. બંને પક્ષોએ કહ્યું છે કે, જે પણ નિર્ણય લેવામાં આવશે તે બંને ઘટક પક્ષોને સ્વીકાર્ય રહેશે.
મહાયુતિની જોરદાર જીત બાદ મહાયુતિ સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ ભાજપના મુખ્યમંત્રી પદ માટે આગળ આવી રહ્યું છે. જોકે પક્ષની નેતાગીરી હજુ સુધી આ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી અને એવી અટકળો ચાલી રહી છે કે, ભાજપ નેતૃત્વ કેટલાક અન્ય નામો પર પણ વિચાર કરી રહી છે. જેમાં ઓબીસી અને મરાઠા સમુદાયના નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વિકલ્પ પણ સામેલ છે. તે લગભગ સ્પષ્ટ્ર છે કે મુખ્યમંત્રી ભાજપના હશે યારે ઉપમુખ્યમંત્રી પદ માટે એનસીપી અને શિવસેનાના નેતાઓ હશે.
ગત સરકારમાં ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે કેન્દ્રીય સ્તરે હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech