રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનેલ પરસોત્તમભાઈ રૂપાલા નામ જાહેર થયા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહીત તેમના સમર્થકો દ્વારા ત્રિમંદીર કુવાડવા ખાતે પરસોત્તમભાઈ રૂપાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવતા તેમનો સ્વાગત સમારોહ કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજેલ હતો. જેમાં રાજયસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્યો દ્વારા સન્માન કરી તેમને હર્ષથી આવકાર્યા હતા. રાજકોટ લોકસભા સીટ ઉપરથી ટીકિટ મળતા પ્રથમ વખત રાજકોટના પ્રવાસે આવી રહેલા હોય ત્યારે સંગઠનના સર્વે હોદ્દેદારો તથા ચૂંટાયેલ સદસ્યઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ. આ તકે પરસોત્તમ રૂપાલાએ સર્વે કાર્યકર્તાઓને સંબોઘ્યા હતા. આ સ્વાગત માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અઘ્યક્ષતામાં વાંકાનેરથી ૫૧ કારના કાફલા સાથે બહોળી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ત્રિમંદિર ખાતે પહોંચી પરસોત્તમભાઈનું સ્વાગત કરી પાંચ લાખ કરતાં વધારે મતોની લીડથી તેમને વિજેતા બનાવવા વિજય વિશ્ર્વાસ પ્રગટ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech