પોરબંદર લોકસભા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રના આરોગ્ય મંત્રી ઉપલેટામાં રાત્રે ૯ વાગ્યે આવી પહોંચતા નાગનાથ ચોકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આતશબાજી કરી ડીજેના સથવારે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રના આરોગ્ય મંત્રી ગઈકાલે સાંજે પોતાના વિશાળ કારના કાફલા સાથે શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર નાગનાથ ચોકે આવી પહોંચતા તેનું સ્વાગત બાદ તેમનું ખુલ્લી જીપમાં શહેરના મુખ્ય માર્ગ નટવર રોડ, રાજમાર્ગ થઈ બાવલા ચોકમાં આવી પહોંચતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જયશ્રી રામના નારા લગાવી માંડવિયાનું સ્વાગત કરી તેમને સભા સ્થળે લઈ આવ્યા હતા ત્યાં ડો.મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે, કેન્દ્રની ભાજપ સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય ભાજપની સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીનવાળી સરકાર આજે રોડ, રસ્તા, પાણી, વિજળી, શિક્ષણ અને ગરીબી નાબુદીની કામગીરીમાં પૂરજોશમાં કામગીરી કરી રહી છે. આજે દેશને એક લડાયક નેતૃત્વ પૂરું પાડી શકે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે ૫૫૦ વર્ષથી જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ભવ્ય અને દિવ્ય રીતે અયોધ્યામાં ભગવાન રામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરી સમગ્ર દેશને રામ રાજ્ય તરફના દર્શન કરાવ્યા છે. કાશ્મીરમાં કોઈના ડર રાખ્યા વગર ૩૭૦મી કલમ નાબૂદ કરી આજે કાશ્મીરમાં સુખ, શાંતિથી લોકો જીવી રહ્યા છે. જનતાની આરોગ્યની ચીંતા દેશના પ્રધાનમંત્રીએ કરી છે ઘણા રાજ્યોમાં એઈમ્સની ભૂમિપૂજન કરી આજે તેનું લોકાર્પણ કરી નાંખ્યા છે. ગરીબ લોકોની ચિંતા પણ કેન્દ્ર સરકાર કરી રહી છે. વિધવા બહેનોને પેન્શન, ત્રિપલ તલાક જેવા મુદ્દાઓ હાથ પર લઈ તેના ઉકેલો ભાજપની ડબલ એન્જીનવાળી સરકાર કરી રહી છે. સાંસદ રમેશભાઈ ધડુક પાંચ વર્ષ થયા પોરબંદર લોકસભા મત વિસ્તારની સેવા કરે છે. આગામી પાંચ વર્ષ પણ તે મારી સાથે રહી આ વિસ્તારની સેવા કરશે પોરબંદર મત વિસ્તારને બે સાંસદો મળશે.ે સાંસદ રમેશભાઈ ધડુક મને ચૂંટણી લડવા કહેલ તેને મને જીતાડી દેવાની જવાબદારી પણ લીધી છે.
જ્યારે સામાપક્ષે કોંગ્રેસમાં ઘરફુટે ઘર જાય તેવી સ્થિતી ઉભી થઈ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની કામગીરી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગેરંટી ઉપર લોકોને ખૂબ જ વિશ્ર્વાસ છે. કાર્યકરોને હાકલ કરતાં તેમને જણાવેલ કે આજથી જ ચૂંટણીની કામગીરીમાં લાગી જવા લોકોને રાજ્ય અને કેન્દ્રની સરકારની કામગીરીનો રિપોર્ટ અને યોજનાઓની જાણકારી પહોંચવા અનુરોધ કર્યો હતો. આજના ચૂંટણીલક્ષી પ્રવાસ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, જિલ્લ ા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, જિલ્લ ા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે સહિતના આગેવાનો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech