જસદણના સાણથલીમાં મિત્રના લગ્નમાં ઉત્સાહના અતિરેકમાં રાજકોટના બીબીએના વિદ્યાર્થીએ વરરાજા પાસે બંદુક વડે હવામાં ફાયરિંગ કર્યું હતું.જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ આટકોટ પોલીસે કાર્યવાહી કરી ભડાકા કરનાર આ શખસને તાકીદે ઝડપી લીધો હતો.જયારે તેને હથિયાર આપ્નાર પરવાનેદાર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવ અંગે આટકોટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ફાલ્ગુનભાઈ સાગઠીયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે આદિત્ય ભાવેશ વાઘેલા (રહે. લક્ષ્મીનગર,નાનામવા રાજકોટ) અને દિલીપ દેવયત જેબલીયા (રહે. સાણથલી,જસદણ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને જાણવા મળેલ કે, જસદણના કોઇ ગામડામાં લગ્ન પ્રસંગમાં હવામાં ફાયરીંગ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થયો હોય જે બાબતે સ્ટાફ દ્વારા વાઇરલ થયેલા આ વિડીયો બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આટકોટ પોલીસ મથક વિસ્તારના સાણથલી ગામે દિલીપભાઈ જેબલીયાના ઘરે લગ્નપ્રસંગ હોય જેમાં ગઈ તા.11/02/2024 ના બપોરના સમયે સાણથલી ગામે ભુપતભાઈ જેબલીયાના મકાનની સામે જાહેરમાં રાજકોટથી લગ્નમાં આવેલ મહેમાન આદિત્ય ભાવેશભાઇ વાઘેલાએ દિલીપભાઈ જેબલીયાની લાયસન્સ પરવાનાવાળી બાર બોરની બંદુકમાંથી લગ્ન પ્રસંગમાં એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યું હતું. જે ફાયરીંગનુ વીડીયો રીકોડીંગ સોશિયલ મિડીયામાં વાઇરલ થયું હતું.
આરોપીએ લગ્નમા ઉત્સાહમાં આવી જઇ લગ્ન પ્રસંગમા ઘણા માણસો સામેલ હોય છતા લગ્નમાં હાજર લોકોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી બાર બોર ગનમાથી હવામાં ફાયરીંગ કરતાં બંને શખ્સો સામે આર્મસ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ જે.એચ.સીસોદીયા અને ટીમે હવામાં ફાયરિંગ કરનાર રાજકોટના આદિત્ય વાઘેલાની ધરપકડ કરી હતી. જ્યારે તેને હથિયાર આપ્નાર પરવાનેદાર દિલીપ્નું અકસ્માત થયું હોવાથી તે હાલ સારવાર હેઠળ હોવાથી બાદમાં તેની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech