રાજકોટ આરટીઓ કચેરી દ્રારા માર્ગ સલામતી અને રોડ સેફટી મંથની ઉજવણીના ભાગપે નિયમભગં કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવાની સાથે અવરનેશ માટેના કાર્યક્રમો પણ યોજી લોકોમાં જાગૃતતા લાવવા માટેની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આરટીઓ કે.એમ.ખપેડ ની સૂચનાથી આરટીઓની ટીમે ચેકીંગની કાર્યવાહીમાં જાન્યુઆરી માસમાં જુદા જુદા નિયમભગં બદલ ૯૧૪ જેટલા કેસ કર્યા હતા અને ૩૧,૦૯,૬૮૪નો દડં ફટકારવામાં આવ્યો હતો. સાથો સાથ શહેર અને જિલ્લાની ૨૭ જેટલી સરકારી અને પ્રાઇવેટ શાળા–કોલેજોમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડ્રોઈંગ, વકૃત્વ, પ્રોજેકટ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓને ટ્રાફિક નિયમન, રોડ સેફટી, અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યકિતને તાકીદે સારવાર અપાવી ગુડ સેમેરિટર્ન બનવા સહિતની માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રીક્ષા ચાલકોને, ડ્રાઈવર અને કન્ડકટરો માટે રોડ સેફટી સેમિનારનું આયોજન કરી માહિતી આપવામાં આવી હતી. ગૌરીદડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન, ૬૦૬ વાહનોમાં રેડીયમ રીફલેકટર લગાવવા, જિલ્લાના વાહન વિક્રેતાઓ સાથે રોડ સેફટી સેમિનાર, મકરસંક્રાતિને ધ્યાને રાખી ટુ–વ્હીલરના આગળના ભાગે સેફટીગાર્ડ લગાવવા, પોસ્ટર, બેનર તેમજ પેમ્પલેટ પ્રદર્શીત કરી લોકોને માર્ગ સલામતિ અંગે માહિતગાર કરવા, ટુવ્હિલર, ફોરવ્હીલર, થ્રીવ્હીલર અને ટ્રાન્સપોર્ટ જેવા કુલ ૬૦૦થી વધુ વાહનોની યાંત્રિક તપાસણી, બહત્પમાળી ભવન અને મહાપાલિકા ખાતે હેલ્મેટ ડ્રાઇવની સાથે રોડ સેટી કાર્યક્રમ અને સોખડા ચોકડી ખાતે રોડ સેટી અંગે મોક ડ્રીલનુ તેમજ રેસકોર્ષ ખાતેથી હેલ્મેટ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ જેટલા વિધાર્થીઓ સહિતના સામેલ થયા હતા. આરટીઓ દ્રારા યોજેલા સેમિનારમાં ૨૧૭૯૦ વિધાર્થી અને લોકો જોડાયા હતા
જાન્યુઆરી માસમાં કેસ–દંડની વિગત
૧ પી.યુ.સી.ચેકિંગ ૧૩૧ ૬૫,૫૦૦
૨ ઓવરલોડ વાહન ૧૩૦ ૧૬,૪૬,૦૦૦
૩ વાઇટ લાઈટ ૧૨૫ ૧,૨૫૦૦૦
૪ ઓવરસ્પીડ ૧૨૩ ૨,૪૬૦૦૦
૫ ડ્રાઇવિંગ લાયસન્સ ૮૨ ૧,૬૪,૦૦૦
૬ રેડિયમ રીફલેકટર–રોડ સેટી સબંધિત ૭૮ ૭૮,૦૦૦
૭ થર્ડ પાર્ટી વીમા વગર ૭૪ ૧,૪૮૦૦૦
૮ ભયજનક રીતે વાહન ચલાવવું હેલ્મેટ, સીટબેલ્ટ ૬૩ ૪૨,૫૦૦
૯ ફિટનેશ વગર ૫૮ ૨,૯૦,૦૦૦
૧૦ ઓવર ડાઇમેંશન ૩૦ ૧.૪૦,૦૦૦
૧૧ કેલેન્ડેન્ટાઈન ઓપરેશન– અન્ય ૧૫ ૭૨,૦૦૦
૧૨ બાકી ટેક્ષ ૦૫ ૯૨,૬૮૪
કુલ ૯૧૪ ૩૧,૦૯,૬૮
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech