પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. આમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં લગભગ 80 ટકા અને પશ્ચિમ બંગાળમાં લગભગ 77 ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન લગભગ 47 ટકા બિહારમાં થયું હતું. ઉત્તર પ્રદેશમાં 57.61 ટકા, ઉત્તરાખંડમાં 53.64 ટકા અને છત્તીસગઢમાં લગભગ 63 ટકા મતદાન થયું હતું.
લોકશાહીના મહાન પર્વમાં મતદાનને લઈને દેશભરના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. છત્તીસગઢ, મણિપુર અને પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ હિંસક ઘટનાઓને બાદ કરતાં 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો માટે શુક્રવારે યોજાયેલા મતદાનના પ્રથમ તબક્કામાં દેશના બાકીના ભાગોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. આકરા તાપ વચ્ચે પણ લોકો ઘરની બહાર નીકળીને ઉત્સાહભેર મતદાન કર્યું હતું.
પ્રથમ તબક્કામાં કેટલા ટકા મતદાન થયું?
પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. આમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં લગભગ 80 ટકા અને પશ્ચિમ બંગાળમાં લગભગ 77 ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન લગભગ 47 ટકા બિહારમાં થયું હતું. ઉત્તર પ્રદેશમાં 57.61 ટકા, ઉત્તરાખંડમાં 53.64 ટકા અને છત્તીસગઢમાં લગભગ 63 ટકા મતદાન થયું હતું.
2019માં મતદાનની ટકાવારી કેટલી હતી?
2019ના તમામ તબક્કામાં સરેરાશ 67 ટકા મતદાન થયું હતું. મતદાનને લઈને મતદારોનો સૌથી વિશેષ ઝોક જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યો હતો, ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવ્યા બાદ પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યાં મતદાનને લઈને લોકોમાં એટલો ઉત્સાહ હતો કે સવારે અચાનક આવેલા વરસાદ બાદ પણ તેઓ મતદાન મથકો પર લાઈનોમાં ઉભા રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech