લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. છઠ્ઠા તબક્કામાં 11 કરોડથી વધુ મતદારો કુલ 889 ઉમેદવારોનું ભાવી નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે.
છઠ્ઠા તબક્કામાં ભાજપ સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોના અનેક અગ્રણી નેતાઓનું નસીબ દાવ પર લાગ્યું છે. છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 58 બેઠકોમાંથી 15 બેઠકો પરની ચૂંટણી હાઈપ્રોફાઈલ હોવાનું મનાય છે, જેમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. હરિયાણામાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. હરિયાણામાં કેન્દ્રિય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત મંડી બેઠક પરથી અભિનેત્રી કંગના રનૌતે પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે ત્યારે આખા દેશની નજર આ બેઠક પર રહેશે. બીજીબાજુ હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તથા કુરુક્ષેત્ર બેઠક પરથી ઉદ્યોગપતિ નવીન જિંદાલ પહેલી વખત ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. રોહતક બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ચૂંટણી મેદાનમાં છે.
રાજ્ય મતદાનની ટકાવારી
બિહાર 23.67%
હરિયાણા 22.09%
જમ્મુ-કાશ્મીર 23.11%
ઝારખંડ 27.80%
દિલ્હી 21.69%
ઓડિશા 21.30%
યુપી 27.06%
પ.બંગાળ 36.88%
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech